અભિયાનનું આયોજન:પંચમહાલની ચાર પાલિકામાં 32000 તિરંગાની ફાળવણી

ગોધરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાગરિકો રૂપિયા 18 અને રૂપિયા 25ની કિંમતે મેળવી શકશે

ભારતની આઝાદીના 75 વર્ષ પુર્ણ થવાની ઉજવણીના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ વર્ષે આગામી તા.13 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તેવો છે.

વડોદરા ઝોનમાં સમાવિષ્ટ 26 નગરપાલિકાઓમાં વિવિધ સાઈઝના તિરંગાની ફાળવણી કરાઇ છે. જેમા વડોદરા ઝોનને કુલ 1,48,500 તિરંગાની ફાળવણી કરાઇ છે. આ અંગે આર.સી.એમ કચેરીના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યું કે દરેક નગરપાલિકાને તિરંગાની ફાળવણી કરી રૂા.25 તથા રૂા.18 ના નજીવા દરે નાગરિકોને દરેક નગરપાલિકા કચેરીથી વિતરણ કરવામાં આવશે. પંચમહાલ, મહીસાગર તેમજ દાહોદ જીલ્લાની પોસ્ટ ઓફિસોમા તા.1 થી 15 અોગષ્ટ સુધી રૂા.25 ના ભાવે રાષ્ટ્રધ્વજનુ વેચાણ ચાલુ કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...