નદીસરમાં મનરેગાના કામોમાં કામદારોને બદલે યાંત્રિક મશીનથી કામો કરીને મસ્ટરોમાં ખોટી હાજરી પુરીને સરકારી નાણાંની ઉચાપત કરી હોવાના આક્ષેપ કરતી રજુઆત ગ્રામજનોએ ડીડીઓને કરી હતી. રજુઆતમાં ગામના વિકાસના કામો કરવામાં ગેરરીતી અને છેતરપિંડી કરી ચાલુ સરપંચ, તલાટી તથા મળતીયાઓની મીલીભગતથી કરોડોની ઉચાપત કરી નાણાં હડપ કર્યાનો આક્ષેપ કર્યો હતો.
કામોમાં નીયમ મુજબ કામદારો દ્વારા કામ કરવાનું હોવ છતાં યાંત્રિક સાધનોનો ઉપયોગ કરી હલકી ગુણવત્તાનું તેમજ બિલકુલ કામ કરેલ નથી. મસ્ટરોમાં બોગસ અને ખોટા કામદારો બતાવી તેઓની રોજમદાર તરીકે હાજરી ભરી સરકારના તથા ગામના લોકો સાથે લાખોની ઉચાપત કરનાર સામે તપાસ ઉચ્ચકક્ષાની એસઆઇટીને સોપે અને ઉચાપતના નાણાંની વસુલાત કરીને જમા કરે તેવા આક્ષેપ કરીને યોગ્ય તપાસ કરીને કસુરવાર સામે કાર્યવાહી કરવામં આવે તેવી રજુઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.