પંચમહાલમાં ભાજપનું કમળ ખીલ્યું:5 વિધાનસભા બેઠક પર તમામ ઉમેદવારો વિજેતા બન્યા; ઉમેદવારોનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું

પંચમહાલ (ગોધરા)4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોધરા શહેરના છબનપુરની ઇજનેર કોલેજ ખાતે પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પંચમહાલ જિલ્લાના શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ અને હાલોલ બેઠક પર કમળ ખીલ્યું છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને હાર સ્વીકારવી પડી છે. પંચમહાલ જિલ્લામાં ફરી એકવાર પંચમહાલ જિલ્લાની જનતાએ ભાજપના શાસનમાં વિશ્વાસ મૂક્યો છે.

ઉમેદવારનું જનતા દ્વારા ઠેર-ઠેર સ્વાગત
ખાસ કરીને વર્તમાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એન્ટી કમબન્સી આમ આદમી પાર્ટી વોટ બગાડે તેવું અનુમાન સદંતર ખોટું પડ્યું હતું. પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો એક બાદ એક પરિણામ આવતા ગયા તેમ-તેમ પંચમહાલ જિલ્લાની જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે બીજી બાજુ વિજેતા ઉમેદવારનું શહેરની જનતા દ્વારા ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું.

વિજેતા ઉમેદવારોને હાર તોરણ કરાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પંચમહાલ જિલ્લાની બેઠકના આજે પરિણામ જાહેર થતાં કંઈ ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. જીતેલા ઉમેદવારોએ ડીજેના સથવારે વિજય સરઘસ કાઢ્યા હતા. પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો અહીં છબનપુર ગામે ઇજેનર કોલેજ ખાતે મત ગણતરી સવારના આઠ કલાકે શરૂ કરવામાં આવી હતી. સૌ પ્રથમ બેલેટ પેપરના મત ગણવામાં આવ્યા હતા. તમામ પાંચ બેઠક પર ભાજપના ઉમેદવારોએ લીડ મેળવી લીધી હતી. આ સાથે ઉમેદવારો તથા તેમના ટેકોદારો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. વિજેતા ઉમેદવારોને હાર તોરણ કરાયા હતા. જે બાદ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. વિજેતા ઉમેદવારને તેના મતવિસ્તારમાં સરઘસ લઈને પહોંચતા તેનું સ્વાગત કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...