કાર્યવાહી:ડામરના ટેન્કરમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી

ગોધરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોધરાના કેવડિયાથી 23 લાખનો દારૂ ઝડપાયો : પુષ્પા ફિલ્મની જેમ ટેન્કરમાં ઉપરના ભાગે ડામર, નીચેના ભાગે દારૂ છૂપાવ્યો હતો
  • ~33.61 લાખનો મુદામાલ કબજે કરીને 3 સામે ગુનો નોધ્યો

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા બુટલેગરો દ્વારા વિવિધ ટેકનિક અપનાવી ગુજરાતમાં દારૂ ધુસાડવામાં નિવતો હોય છે. ત્યારે હવે બુટલેગરો ફિલ્મની સ્ટાઇલનો ઉપયોગ કરતા થયા છે. તાજેતરમાં સુપર હીટ પુષ્પા ફિલ્મમાં ચંદનના લાકડાની હેરાફેરી દુધના ટેન્કરમાં કરવામાં આવતી હોવાનું દર્શાવ્યુ હતુ. તે જ સ્ટાઇલથી દારૂની હેરાફેરી કરતુ ટેન્કર ગોધરા એલસીબી પોલીસે પકડી પાકડ્યુ છે. રાજસ્થાનથી ટેન્કરમાં ઉપરના ભાગે ડામર ભરીને ટેન્કરના ચોર ખાનાંમાં દારૂનો જથ્થો ભરીને વડોદરા લઇને જવાનો છે.

તેવી બાતમી રીડર શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એન સિંગને મળતાં તેઓએ દારૂની હેરાફેરીની બાતમીની જાણ ગોધરા એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર જે.એન.પરમારને કરતા અેલસીબી પોલીસ તથા ગોધરા તાલુકા પોલીસને કરી હતી. અને દારૂ ભરેલું ટેન્કર દાહોદથી ગોધરા તરફ આવવાનું હોવાથી પોલીસે ગોધરા તાલુકાના કેવડીયા ગામ પાસે નાકાબંધી કરી હતી.

બાતમીવાળું ટેન્કર આવતાં પોલીસે ટેન્કર રોકીને તપાસ કરતાં ટેન્કરના ઉપલા ભાગે ડામર ભરેલો જોવા મળ્યો હતો. પોલીસે ટેન્કરની વધુ તપાસ કરતા નીચેના ભાગના ચોર ખાના બનાવેલા હતા. તેમાં તપાસ કરતાં રૂા. 23,58,000ની દારૂની 5016 બોટલો મળી આવી હતી.

પોલીસના હાથે રાજસ્થાનના બાડમેરનો મનોહર ઘિમારાવ બિરનોઇને પકડી પાડયો હતો. પોલીસે રૂા.23.58 લાખનો દારૂ, રૂા 10 લાખનું ટેન્કર તથા એક મોબાઇલ મળીને કુલ રૂા.33,61,000 નો મુદ્દામાલ કબજે કરીને ગોધરા તાલુકા પોલીસ મથકે મનોહર બિસ્નોઇ, ટેન્કર માલીક સુનીલ જૈન તથા ભવરલાલ સુજાનારામ બિસ્નોઇ વિરુદ્ધ પ્રોહિનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...