ગોધરાના પશ્ચિમના વિસ્તારોમાં અનિયમિત સફાઈ અને પાયાની સુવિધાઓને લઈને પ્રજાજનોમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. ગોધરા એઆઈએમઆઈએમના સંગઠન દ્વારા પાલિકાના મુખ્ય અધિકારીને અાવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પવિત્ર રમઝાન માસ પહેલા વિસ્તારોમાં જલ્દીથી સાફસફાઈ કરવા માંગ કરવામાં અાવે તેની માંગ કરી હતી. વિસ્તારની વર્ષો જૂની ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈને વર્ષોથી લોકોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને વિસ્તારોમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. તે કામગીરી પૂર્ણ કરવા માગ કરવામાં આવેલ છે.
ગોધરાના પશ્ચિમ વિસ્તારોમાં હાલમાં અનિયમિત સાફસફાઈને કારણે પ્રજાજનોને ઘણી હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગો ઉપર ધૂળના ઢગલાને કારણે લોકોને આરોગ્ય લગતી તકલીફો ઉભી થવા પામેલ છે. જેને લઈ ઉગ્ર રજૂઆતો સાથે ગોધરા પાલિકા મુખ્ય અધિકારીને આવેદન પાઠવવામાં આવેલ હતું.
જે સમયે પાલિકાના કાઉન્સિલર અને એઆઈએમઆઈએમના પ્રદેશ ઉપપ્રમુખ પપ્પુભાઈ સયેદ અને જિલ્લા પ્રમુખ તાહિર મફત અને સંગઠનના કાર્યકરો હાજર રહ્યા હતા. પાલિકાના મુખ્ય અધિકારીએ તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવશે. તેવું આશ્વસન આપ્યું હતું .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.