કાલોલ બેઠક પર કોગ્રેસે ભાજપના માજી સાંસદ પ્રભાતસિહ અને ભાજપના ફતેસિંહ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. અા જંગમાં ભાજપે કોગ્રેસના ઉમેદવારને ભુંડી હાર અાપી હતી. કોગ્રેસના ઉમેદવારને ફક્ત 26 હજાર મત મળ્યા હતા. જયારે ભાજપના ઉમેદવારને 141686 મત મેળવી 1.15 લાખ મતથી વિજયી બન્યા હતા.
કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહે હાર બાદ નિવેદનમાં અાક્ષેપ કર્યા કે મતદાનના દિવસે મારા અેજન્ટોને ધોઘંબા તાલુકાના વિસ્તારમાં બેસવા નહિ દઇને ધમકીઅો અાપી હતી. ભાજપના ઉમેદવારના પુત્રને મૈ બોગસ વોટીંગ કરતા પકડયો હોવાનો અાક્ષેપ કરીને ભાજપે બોગસ વોટીંગ કરીને અને રૂપિયા વહેચીને ચુંટણી જીતી છે. અેક પણ બુથમાં કોગ્રેસના મત ન નીકળે તે નવાઈની વાત છે. અા બાબતે હું કોર્ટમાં જઇશ. વધુમાં પ્રભાતસિંહે ગંભીર અાક્ષેપ કર્યો કે હું ભાજપમાં હતો ત્યારે પણ ઇ વી એમ માં સેટિંગ થતું હતું માટે હું જીતતો હતો.
હવે હું વિધાનસભા હાર્યા બાદ લોકસભા લડવાનો છું તેમ કોગ્રેસના હારેલા ઉમેદવાર પ્રભાતસિંહ ચાૈહાણે જણાવ્યું હતું. જયારે કાલોલ બેઠક પર કોગ્રેસના ઉમેદવાર અને પોતના પતિની હારને લઇને પ્રભાતસિંહ ચાેહાણની પત્ની રંગેશ્વરીબેન રાઠવાઅે જણાવ્યું હતું કે પ્રભાતસિંહ ચોહાણની હાર પાછળનું કારણ કોંગ્રેસની વિચાર ધારા છે અમે બીજેપી વિચારધારા સાથે પાર્ટીમા જોડાયેલા છીઅે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.