પંચમહાલ જિલ્લાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ઘોઘંબા તાલુકામાં ભાજપના ઉમેદવાર દ્વારા બોગસ મતદાન કરી રૂપિયા વહેચવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. મતગણતરીમાં કોંગ્રેસના એકપણ એજન્ટનો બેસવા દેવામાં આવ્યા ન હતા તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં મતગણતરી ગોધરાના છબનપુર ઇજેનરી કોલેજમાં હાથ ધરવામાં આવી હતી. પાંચે બેઠકો પર ભાજપનો જંગી બહુમતીથી વિજય થતા ભાજપના કાર્યકરો અને ટેકેદારો અને સમર્થકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. જ્યારે પંચમહાલ જિલ્લાના પાંચયે બેઠકના ભાજપના ઉમેદવારોએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ કરી મુકતા ઉમેદવારો વિલા મોઢે ઘર ભેગા થયા હતા.
હું ભાજપમાં હતો ત્યારે પણ ઈવીએમમાં સેટિંગ થતુંઃ પ્રભાતસિંહ ચૌહાણ
જ્યારે પંચમહાલ જિલ્લાના પૂર્વ સાંસદ અને કાલોલ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, એક પણ બુથમાંથી કોંગ્રેસના મત ના નીકળે તો નવાઈની વાત છે, આ બાબતે હું કોર્ટમાં જઈશ. આ સાથે તેમના દ્વારા ભાજપ દ્વારા બોગસ વોટીંગ કરવામાં આવ્યું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો. વધુમાં ભાજપ દ્વારા રૂપિયા વેચવામાં આવ્યા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. વધુમાં કહ્યું કે, હું ભાજપમાં હતો ત્યારે પણ ઈવીએમમાં સેટિંગ થતું હતું અને માટે હું જીતતો હતો. વિધાનસભા હાર્યા બાદ લોકસભા લડવાનો છું, તેમ પ્રભાતસિંહ ચૌહાણએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.