• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • After BJP Announced Fatesinh As Its Candidate For Kalol Seat, Congress Chose Prabhatsinh; A Discussion Of The Political Climate Of The Crisis

ચૌહાણ સામે ચૌહાણનો ચૂંટણી જંગ:કાલોલ બેઠક માટે ભાજપે ફતેસિંહને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ કોંગ્રેસે પ્રભાતસિંહને પસંદ કર્યા; કશમકશના રાજનૈતિક માહોલની ચર્ચા

પંચમહાલ (ગોધરા)17 દિવસ પહેલા

કાલોલ વિધાનસભા બેઠક માટે સત્તાધારી ભાજપના ધારાસભ્ય સુમન ચૌહાણને પડતાં મૂકીને રાજગઢના પૂર્વ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ કોંગ્રેસે પંચમહાલ ભાજપના પૂર્વ સાંસદ અને કાલોલના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય પ્રભાતસિંહ ચૌહાણને કાલોલ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદ કર્યા. પ્રભાતસિંહ ચૌહાણની પસંદગીથી ખુશીઓના મહોલમાં પ્રભાતસિંહ ચૌહાણનું ઢોલ નગારા અને દારૂખાનું ફોડીને સ્વાગત કરાયું.

કોંગ્રેસે ગરમાયેલા રાજકીય માહોલનો લાભ લીધો
કાલોલ વિધાનસભા બેઠકમાં ભાજપે કાલોલ તાલુકાના હરોળબંધ દાવેદારોને પડતાં મૂકીને ઘોઘંબા પંથકના રાજગઢના પૂર્વ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં. આ સાથે પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધુ અને ભાજપના મહિલા ધારાસભ્ય સુમનબેન ચૌહાણને 'નો રિપીટ' જાહેર કરતાં ગરમાયેલા આ રાજકીય માહોલનો લાભ લઈને કોંગ્રેસે ભાજપના માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણને કાલોલ બેઠકના ચૂંટણી જંગ માટે પસંદ કર્યા છે.

કોંગ્રેસે મજબૂત ચહેરો પસંદ કર્યો
મહેલોલ પંથકમાંથી રહીને પણ કાલોલ વિધાનસભા બેઠકમાં એકહથ્થુ લોકપ્રિયતા હાંસલ કરનાર પૂર્વ ધારાસભ્ય પ્રભાતસિંહ ચૌહાણના રાજકીય અને સામાજિક સંબંધોના સહારે કોંગ્રેસે મજબૂત ચહેરો પસંદ કરીને ભાજપનો એક તરફી નહિ પરંતુ કશમકશનો જંગ બનાવ્યો હોવાની રાજનૈતિક ચર્ચાઓ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...