હવામાન:લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રીથી ઉકળાટથી રાહત

ગોધરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ વરસાદ શહેરા તાલુકામાં 21 એમએમ નોધાયો
  • પંચમહાલ જિલ્લામાં સિઝનનો કુલ 87 ટકા વરસાદ વરસ્યો છે

ચાલુ વર્ષે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ચોમાસાની સીઝનનો 87 ટકા વરસાદ નોંધાવાને લઈને ચોમાસાની સીઝનમાં ખેતી પાક કરતા ખેડૂતોમાં ખેતીમાં જોતરાઇ ગયા છે. છેલ્લા 15 કરતાં વધુ દિવસથી જિલ્લામાં મેઘરાજાઅે વિરામ લીધો હતો. વરસાદના વિરામથી જીલ્લાવાસીઅો બફારાથી વ્યાકુળ થયા હતા. ત્યારે ગુરુવારે અચાનક બપોરે વરસાદી ઝાપડાથી ઠંડક પ્રસરી જતાં લોકોને ઉકળાટથી અાંશિક રાહત મળી હતી.

બપોરે વરસેલા વરસાદમાં સાૈથી વધુ શહેરા તાલુકામાં 21 મિમી, કાલોલ તાલુકામાં 13 મિમી, ગોધરા તાલુકામાં 5 મિમી, મોરવા તાલુકામાં 4 મિમી, હાલોલ તાલુકામાં 2 મિમી વરસાદ નોધાયો હતો. ખેડૂતો છેલ્લા કેટલાક દિવસથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ગુરુવારે જિલ્લાના વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. જે બાદ બપોરના સમયે વરસાદનું જોરદાર ઝાપટાનું આગમન થયું હતું.

લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેતી પાકને ફાયદો થશે જેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ધરતીપુત્રો વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ હતી. તો બીજી તરફ શહેરીજનોને પણ ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણથી રાહત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...