ચૂંટણી ખર્ચ નિયંત્રણ:પંચમહાલમાં AEO/FST/SST ટીમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં; ખર્ચ ઓબ્ઝર્વને લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ને લઈને પંચમહાલ જિલ્લામાં ચૂંટણીલક્ષી વિવિધ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજરોજ ગોધરા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી સુજલ મયાત્રાની ઉપસ્થિતિમાં ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વ આર.સી.ચેતન (IRS) અને અનુજ ગર્ગ (IRS) તથા પંચમહાલ જિલ્લામાં નિમણૂક પામેલા AEO/FST/SST ટીમની સાથે બેઠક યોજીને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડી વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તાએ પંચમહાલ જિલ્લાની ચૂંટણીલક્ષી તૈયારીઓની કામગીરી અંગે ઉપસ્થિતોને પ્રેઝન્ટેશનના રૂપે માહિતગાર કર્યા હતા.

ટીમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં
ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અનુસંધાને ચૂંટણી ખર્ચને નિયંત્રણમાં રાખવા અને ખર્ચ અંગે મોનિટરીંગ કરવા અંગે વિવિધ જોગવાઈઓ કરેલી છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, અધિક જિલ્લા કલેક્ટર એમ.ડી. ચુડાસમા સહિત જિલ્લામાં નિમણુંક પામેલા વિવિધ નોડલ અધિકારીઓ અને AEO/FST/SST ટીમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...