શુક્રવારે રીમાન્ડનો ચુકાદો:પંચમહાલના તત્કાલીન કલેકટર સામે એસીબીની કલમનો ઉમેરો, પોલીસ સમક્ષ હાજર થતાં રિમાન્ડની માગણી કરાઇ

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે સુનાવણીમાં તત્કાલીન કલેક્ટરને હાજર રહેવા આદેશ

પંચમહાલ જિલ્લાના તત્કાલીક કલેકટર એસ.કે.લાંગાએ કાયદાની ઉપરવટ જઇને પોતાની ફરજ દરમ્યાન પોતાના આર્થિક લાભ માટે ખેડૂત ખાતેદારની જમીન ખાલસા ન થાય તે માટે મનસ્વી રીતે નોટિંગ વગરનો પરિપત્ર કરી પ્રાંતની સત્તા કલેકટરે હસ્તક લઇ લીધી હતી. આ પરીપત્રથી સત્તાઓ મેળવીને તત્કાલીન કલેકટરે 3 કેસોમાં મનસ્વી રીતે નીર્ણય લીધો હતો.

હાલ નિવૃત અને પંચમહાલના તત્કાલીન કલેકટર એસ.કે. લાંગા દ્વારા સત્તાનો દુરઉપયોગ કરીને નોટીંગ વગરનો પરિપત્ર કરીને જમીન ખાલસા ન થાય અને પોતાના આર્થીક લાભ મેળવવા તત્કાલીન કલેકટર લાંગાએ ખોટું રેકોર્ડ તૈયાર કરીને લાભ કરાવ્યો હોવાનું સરકારની તપાસમાં બહાર આવતાં પંચમહાલના નિવાસી અધીક કલેકટરે તત્કાલિન કલેકટર એસ. કે. લાંગા વિરુદ્ધ કલમ 217 તથા 218 મુજબનો ફરીયાદ નોંધાવી હતી.

તપાસ અધીકારી નાયબ પોલીસઅધિક્ષક સી.સી.ખટાણાએ આ કેસ સાથે સંકળાયેલા તમામના નિવેદનો લીધા બાદ તત્કાલીન કલેકટર એસ.કે. લાગાંએ ખાલસા થતી જમીન બચાવીને આર્થીક વ્યવહાર લીધો છે કે નહિ તથા તેઓની સાથે ભાગીદાર કરી છે કે નહિ તેની તપાસ કરવા પોલીસે ફરીયાદમાં એસીબીની 7સીની કલમનો ઉમેરો કર્યો હતો. એસીબીની કલમનો ઉમેરો કરતાં તત્કાલીન કલેકટર એસ.કે.લાંગાએ એસીબી કોર્ટમાંથી આગોતરા જામીન મેળવીને ગોધરા પોલીસ સમક્ષ હાજર થયા હતા.

પોલીસ તત્કાલીન કલેકટરના 3 દિવસના રીમાન્ડ લેવાના હોવાથી ગોધરા કોર્ટમાં રીમાન્ડ માટેની અરજી દાખલ કરતાં રીમાન્ડ અરજીની સુનાવણી દરમ્યાન તત્કાલીન કલેકટર હાજર રહ્યા હતા. કોર્ટમાં બંને પક્ષોની દલીલ સાંભળીને ગોધરા કોર્ટના જ્જ આવતીકાલ શુક્રવારે રીમાન્ડનો ચુકાદો આપશે. રીમાન્ડના ચુકાદા દરમ્યાન કોર્ટે તત્કાલીન કલેકટર એસ.કે.લાંગાને હાજર રહેવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...