યુનુસ દ્યંત્યા
ગોધરામાં ગેરેજના કારીગરે પોતાના ગેરેજના કામના અનુભવ અને પોતાની કોઠા સૂઝથી અેકટીવાને મોડીફાઇડ કરીને બાળકો માટેની સ્પોર્ટ્સ બાઈક બનાવી છે. હાલમાં આ બાઇક ગોધરામાં બાળકોમાં આકર્ષણ નું કેન્દ્ર બની છે. ગોધરાના સિગ્નલ ફળીયા વિસ્તારમાં રહેતો અને ધો.9 પાસ સલમાન કટારીઆ ગેરેજ ચલાવી ગુજરાન ચલાવે છે. પોતાના ગેરેજ કામના અનુભવ અને પોતાની કોઠા સૂઝથી એકટીવાને મોડીફાઇડ કરીને બાળકો માટેની સ્પોર્ટ્સ બાઈક બનાવવાનો વિચાર આવ્યો હતો. જેના માટે તેને પહેલા કાગળ પર ડિઝાઇન તૈયાર કરી અને ત્યાર બાદ બાળકોની બાઇક તૈયાર કરવા અલગ અલગ કમ્પનીના સ્પેર પાર્ટ્સ મંગાવ્યા હતા.
બાળકો માટેની સ્પોર્ટ્સ બાઈક બનાવવાનો વિચાર આવ્યો
સ્પેશિયલ કારીગર પાસે પતરાનું કટિંગ કરાવીને બાઈકમાં ફીટ કરવામાં આવ્યા હતાં. સૌથી અગત્યની બાબત એ છે કે આ મોડીફાઇડ બાળકોની સ્પોર્ટ્સ બાઈકમાં એક્ટીવાનું એન્જીન ફીટ કરવામાં આવેલ છે. તથા સાઇલન્સરમાં ફેરફાર કરીને તેનો અવાજ પણ બદલવામાં આવ્યો છે.
બાઇક ગોધરામાં બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની
એકટીવાને મોડીફાઇડ કરીને બાળકો માટેની સંપૂર્ણ તૈયાર થયેલ સ્પોર્ટ્સ બાઇકને આકર્ષક કલર કરવામાં આવ્યો છે. સતત એક મહિનાની મહેનત અને રૂા.50 હજારથી વધુના ખર્ચે તૈયાર થયેલ બાળકો માટેની સ્પોર્ટ્સ બાઇક પર ફક્ત એક બાળક સવારી કરી શકે છે. હાલમાં આ બાઇક ગોધરામાં બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. માત્ર ધો.9 પાસ વ્યક્તિની કારીગરી જોઈને લોકો વિચાર કરતા થઇ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.