હુકુમ:ગોધરાના કલ્યાણામાં ડબલ મર્ડર કેસમાં આરોપીને આજીવન કેદ

ગોધરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષ સખત કેદની સજા તથા રૂા.25000 નો દંડ ફટકાર્યો

ગોધરા તાલુકાના કલ્યાણા ગામે પગી ફળિયામાં રહેતા આરોપી ભુપતભાઈ રતિલાલ પગીએ પોતાની ભાભી વીનાબેન રમેશભાઇ પગી સાથે તા. 25 મે 2017ના રોજ બોલાચાલી અને મા બેન સમાણી ગાળો બોલતાં હતા. તેને ગાળો નહીં બોલવાનું બાલુબેન અર્જુનભાઇ પગી કહેવા જતાં તું કેમ વચ્ચે આવે છે. તેમ કહી ભુપતભાઈએ તેના હાથમાનુ ચપ્પુ બાલુબેનને બરડાના ભાગે મારી દેતા તેણીને બચાવવા અર્જુનભાઇ ભેમાભાઇ પગી તથા સોમાભાઇ ઉર્ફે ભલાભાઇ પ્રતાપભાઇ પગીનાઓ વચ્ચે પડતાં તેઓને જાનથી મારી નાખવાના ઇરાદે ચપ્પાથી અર્જુનભાઇને પેટના ભાગે તથા તેની આજુબાજુમાં ઉપરા ઉપરી ત્રણેક ઘા કરી જીવલેણ ઇજાઓ કરી તેમજ સોમાભાઇને બરડાના ભાગે ઉપરા ઉપરી ત્રણેક જીવલેણ ઘા કર્યા હતા.

જેમા બાલુબેન અર્જુનભાઇ તથા સાહેદ અર્જુનભાઇ ભેમાભાઇનું સારવાર દરમિયાન મૃત્યુ થતા ભુપતભાઇ સામે શહેરા પો.સ્ટે.માં ગુનો નોંધાયેલ. આ કામમાં ફરીયાદ પક્ષે કુલ-25 સાક્ષીઓ તપાસી તા.5 ઓગસ્ટ 2022ના રોજ પાંચમી એડિ. સેશન્સ જજ એચ.પી.મહેતાએ કોર્ટમાં આરોપી ભુપતભાઇ રતિલાલ પગીને આજીવન સખત કેદની સજા તથા ઇ.પી.કો. ક.307ના ગુના માટે 10 વર્ષ સખત કેદની સજા તથા રૂ.25000નો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...