પોલીસની અસરકારક કામગીરી:પંચમહાલમાં અબોલ પશુઓને બચાવ્યા, ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી; 6 ઈસમોની ધરપકડ અને 17 ઈસમો સામે તડીપારનો સપાટો

પંચમહાલ (ગોધરા)3 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભા 2022ના ચૂંટણી જંગમાં પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તંત્ર જળવાઈ રહે તેમજ મતદારો નિર્ભયી રીતે લોકશાહીનો ઉત્સવ ઉજવી શકે આ માટે પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સમાજમાં ભયનું વાતાવરણ ઉભું કરનારા માથાભારે ઈસમો સામે અસરકારક કામગીરી અંગે તૈયાર કરવામાં આવેલા એક્શન પ્લાન પ્રમાણે ગોધરાના ડી.વાય.એસ.પી.પી.આર.રાઠોડ દ્વારા ગોધરા એલ.સી.બી., એસ.ઓ.જી. શાખા અને શહેર પોલીસ તંત્રના કાફલા દ્વારા મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરીને પોલીસ પાવરનો સપાટો દેખાડતા અસામાજિક તત્વોની અંધારી આલમમાં જબરદસ્ત જવા પામ્યો છે.

મેગા સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું
પંચમહાલ જિલ્લા પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા ચિરાગ કોરડીયા તથા પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ આગામી ગુજરાત વિધાસભા-2022 ચૂંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી નાયબ પોલીસ અધિક્ષક પી.આર.રાઠોડ ગોધરા વિભાગના અધ્યક્ષપણા હેઠળ એક મેગા સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવા સુચના આપી હતી. જે અન્વયે પો.ઇન્સ. એલ.સી.બી./ પો.ઇન્સ. એસ.ઓ.જી. તથા પો.ઇન્સ. ગોધરા શહેર “એ”ડીવીઝન/ગોધરા શહેર ”બી“ડીવીઝન/ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન અને જરૂરી પોલીસ સ્ટાફ સાથે તા.13મીના વહેલી સવારે એક મેગા કોમ્બિંગ /સર્ચિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નીચે મુજબની અસરકારક કામગીરી કરવામાં આવી હતી.

પશુધારાના કુલ કેસ:02

  1. સર્ચ દરમિયાન એક જગ્યાએથી કુલ 2 જીવતા ગૌવંશ બચાવ્યાં છે. જેમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ પશુધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગૌવંશ કતલના સાધનો (કુહાડી, ચપ્પુ, વજનકાંટો, તાસા, વજનીયા, તગારું, તાડપત્રી) ગેરકાયદેસર હેરાફેરી કરતા વાહનો-2 મળી આવ્યા છે. ઉપરોક્ત કુલ રૂ.6 લાખ 41 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના નામ (1) સોહેલ ઉર્ફે દેવો ઐયુબ ભાઈજમાલ રહે.હાફીઝ પ્લોટ ગોધરા, (2) અનવર હુસેન લતીફ મહમ્મદ ગુણીયા રહે.સાતપુલ ઓઢા ગોધરા અને (3)ઇદ્રીશ અબ્દુલ રજાક ઈસ્માઈલવાલા રહે.કેપ્સ્યુલ પ્લોટ ગોધરા.
  2. સર્ચ દરમિયાન અન્ય એક જગ્યાએથી એક આરોપીના કબ્જામાંથી ત્રાસ દાયક રીતે રાખેલ નાના વાછરડા કુલ-06 કી.રૂ.18 હજારનો કુલ મુદ્દામાલ મળી આવ્યો હતો. જેમાં અબોલ ગૌવંશને બચાવી લેવામાં આવ્યા છે.

12 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
સર્ચ દરમિયાન એક શંકાસ્પદ વાહન ટ્રક નંબર (GJ-09-Y6103) મળી આવી હતી. જેને ચેક કરતા તેમાંથી ગે.કા.રીતેના પાસ પરમીટ વગરના ગે.કા રીતેના ખેરના લાકડા ભરેલા મળી આવ્યા હતા. જેમાં સદર ગાડી તથા મુદ્દામાલ RFOને સ્થળ ઉપર બોલાવી વધુ તજવીજ અર્થે ફોરેસ્ટ વિભાગને સોપવામાં આવી છે અને આશરે કુલ રૂ.12 લાખનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે.

5 ઈસમોને રાજ્યની અલગ-અલગ જેલો ખાતે મુકવાની તજવીજ હાથ ધરાઈ
સર્ચ દરમિયાન ગૌવંશના સહિતના ગુનાઓમાં સંડોવાયેલા તથા માથાભારે ઇસમોની પાસાધારા હેઠળ અટકાયતની કાર્યવાહી કરી કુલ-5 ઈસમોને રાજ્યની અલગ અલગ જેલો ખાતે મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પાસાધારા અટકાયતીઓના નામો

  • સિકંદર ઈશાક બેલી રહે.ઇદગાહ મહોલ્લા ગોધરા
  • ઓવેશ આરીફ ભોંચું રહે.ગોન્દ્રા સર્કલ ગોધરા
  • ઈસ્માઈલ યાકુબ બોકડા ઉર્ફે ચપરાશી રહે.મુસ્લિમ સોસા. ગોધરા
  • જુબેર એહમદ બુમલા રહે.ગેની પ્લોટ ગોધરા.
  • યામીન ઉર્ફે ટાઈગર સુલેમાન પીર રહે.ઇદગાહ મહોલ્લા ગોધરા.

છેલ્લા ઘણાં સમયથી વોરંટનાં કામે પકડવાના બાકી આરોપીઓ વિરુદ્ધમાં કુલ પકડ વોરંટ -3(NBW)ની બજવણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...