1400 વર્ષની પરંપરા અકબંધ રાખી:કેરળથી મક્કા મદીના હજ પઢવા નીકળેલ યુવાન ગોધરા નગરમાં પ્રવેશ લેતા સ્વાગત કરવામાં આવ્યું

પંચમહાલ (ગોધરા)18 દિવસ પહેલા

સાઉદી અરેબિયા (મક્કા) મદિનામાં હજ પઢવા જવુ એ દરેક મુસ્લિમ બિરાદરની ઈચ્છા હોય છે, તે ઈચ્છા દરેકની પુરી થઈ શકતી નથી. પણ કેરળના એક યુવાન સિહાબ ચોતુરે 1400 વર્ષ પુરાણી પરંપરાની યાદ તાજી કરવા માટે મક્કા મદિના ચાલતા જવાના નિર્ણયને દરેક રાજ્ય, જિલ્લાઓ અને તાલુકાઓના ગામોમાં ભારે આવકાર મળી રહ્યો છે. હાલ આ યુવાન તા.02 જૂનના રોજ કેરળથી નીકળ્યો હતો અને વિવિધ રાજ્યોમાંથી પગપાળા ચાલીને ગુજરાતમાં પહોચતા સ્વાગત કર્યુ હતુ.

ગોધરા નગરમાં પ્રવેશ લેતા સ્વાગત કરવામાં આવ્યું
ભરુચ, વડોદરા બાદ હાલ પંચમહાલ જિલ્લામાં આવી પહોચતા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવી રહયુ છે. ત્યારે આજે હાલોલથી નીકળેલા સિહાબ ચોતુર આજે ગોધરા નગરમાં પ્રવેશ લીધો હતો. ત્યારે અહીંના મુસ્લિમો દ્વારા તેના સ્વાગત માટે ઠેરઠેર લોકો રસ્તા ઉપર આવી ગયા હતા. અને હજયાત્રા માટે નીકળેલા આ યુવાનની આટલી મોટી પગપાળા યાત્રા સફળ થાય તેવી દુઆઓ લોકો દ્વારા કરવામાં આવી હતી. સિહાબ ચોતુરને પંચમહાલ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા પણ આપવામાં આવી હતી.

સિહાબની હજયાત્રા સોશિયલ મિડીયામાં ભારે ચર્ચામાં
સિહાબ ચોતુર સોમવારે હાલોલથી ગોધરા તરફ રવાના થયો હતો. તે હાલોલથી નીકળીને કાલોલ, વેજલપુર થઈને રાત્રી રોકાણ ગોધરા ખાતે કર્યું હતું . ત્યારે ગોધરા ખાતે હજારોની સંખ્યામાં લોકો તેને નિહાળવા અને સ્વાગત કરવા માટે એકઠા થયા હતા. સિહાબ ચોતુર કેરળથી નીકળ્યા બાદ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી પંજાબ થઈને વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશી ઈરાન, ઈરાક, કુવૈત થઈ સાઉદી અરેબિયાથી મક્કા પહોચશે. સિહાબની આટલી મોટી મક્કા સુધી પગપાળા હજયાત્રા સોશિયલ મિડીયામાં પણ જોરશોરથી ભારે ચર્ચાનો વિષય બની રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...