પંચમહાલ જિલ્લાના BLO શિક્ષકોને તાજેતરમાં ચૂંટણી કાર્ડને અાધારકાર્ડ સાથે લીંક કરવાની કામગીરી સોપવામાં અાવી છે. BLO ફિલ્ડમાં જાય ત્યારે કેટલીક મુશ્કેલીઅો પડી રહી છે. જેને લઇને BLOની નબળી કામગીરીને લઇને ગોધરા તાલુકાના 35 અને ઘોઘંબા તાલુકાના 42 BLO શિક્ષકને ચુંટણી અધીકારીઅે નોટીસ અાપીને ખુલાસા માંગતાં જિલ્લાના પ્રાથમિક શૈક્ષિક સંધ દ્વારા કલેક્ટરને લેખિત રજુઅાત કરી છે. સંઘની રજુઅાતમાં જણાવેલ કે ચુંટણી કાર્ડને અાધારકાર્ડ સાથે લીંક કરવાની કામગીરી 31 માર્ચ સુધી પૂર્ણ કરવાની હોવા છતાં જાન્યુઅારી માસ સુધી કામગીરી પુર્ણ કરવા સૂચનાઅો અાપવામાં અાવે છે. અાધારકાર્ડ લીંક કરવા સ્વૈચ્છિક હોવાથી મતદારો દ્વારા અાધારકાર્ડ નંબર અાપતા નથી.
સ્વૈચ્છિક હોવા છતાં બીઅેલઅોને 70 ટકાનો ટાર્ગેટ અાપવામાં અાવે છે. અોછી કામગીરીને લઇને બીઅેલઅોને નોટીસ અાપીને ખુલાસા માંગવામાં અાવી રહ્યા છે. અા કામગીરીથી બાળકોના શિક્ષણ ઉપર પણ અસર પડે છે. બીઅેલઅોની કામગીરી અન્ય 13 ખાતાના કર્મચારીને અાપવાનો પત્ર હોવા છતાં કામગીરી ફક્ત શિક્ષકોને અાપવામાં અાવી છે.
જેણે 3 વર્ષ સુધી બીઅેલઅોની કામગીરી કરી હોવા તેઅોને કામગીરીથી મુક્ત કરીને અન્યને કામગીરી સોપવામાં અાવે તેવી સંઘે માંગ કરી છે. જિલ્લાના શિક્ષકો દ્વારા વિધાનસભાની ચુંટણી અને મતદાર યાદી સુધારણાની કામગીરી નિષ્ઠાપુર્વક કરી છે. છતાં બીઅેલઅો શિક્ષકોને નોટીસ અાપી ખુલાસા માગે તે વ્યાજબી નથી. જેથી પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા નોટીસ અાપવાના બદલે વધુ સમય અાપી પ્રેમપૂર્વક વ્યવહાર કરી કામગીરી લેવાય તેવી માંગ કરતી રજુઅાત કરી હતી.
કેટલાંક મતદારો અાધારકાર્ડ અાપતા ન હોવાથી કામગીરી પર અસર પડી
શિક્ષકો દ્વારા ચૂંટણી કામગીરી અને મતદારયાદી સુધારણ કામગીરી નિષ્ઠાથી, મહેનતથી અને ચોક્કસાઇપૂર્વક કરી છે. અાધારકાર્ડ લીંકની કામગીરી અન્ય 13 ખાતાઅોના કર્મીઅોને અાપવાનો પત્ર હોવા છતાં શિક્ષકો પાસે કામગીરી કરાવી રહ્યા છે. તેમ છતાં શિક્ષકો કામગીરી કરી રહ્યા છે. કેટલાક મતદારો અાધાર કાર્ડ અાપતા નથી જેથી કામગીરી પર અસર પડે જેથી ગોધરા અને ઘોઘંબા તાલુકાના 77 બીઅેલઅો શિક્ષકોને નોટીસ અાપવામાં અાવી છે: યોગેશ પટેલ, મહામંત્રી, પ્રા. શૈ. સંઘ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.