ફરીયાદ:ગોધરામાં અજાણ્યા વાહન ચાલકની ટક્કરે મહિલાનું મોત

ગોધરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતની તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવી

ગોધરા લુણાવાડા દાહોદ બાયપાસ રોડ પર અાવેલા મોદીના મુવાડામાં રહેતા રાજુબેન કલ્પેશભાઇ બારીઅા તથા ગામના શારદાબેન લક્ષ્મણભાઇ બારીઆ વણાંકપુર ખાતે હાઈવે રોડ ઉપર આવેલ સિધ્ધી હોટલે વાસણ ધોવાનું કામ કરવા માટે ગયેલ અને અમારું કામ પુરૂ કરી સાંજના સમયે અમો બન્ને ચાલતા ચાલતા પરત ઘરે જતા હતા. તે વખતે વણાંકપુર સિધ્ધી હોટલથી થોડે દુર તુપ્તી ચોકડી તરફ જવાના રોડ ઉપર શેરીયાનો એચ.પી.પેટ્રોલ પંપની સામે આવતા અજાણ્યા વાહન ચાલકે શારદાબેન ટક્કર મારતા રોડ ઉપર પડી જતા માથાના પાછળના ભાગે લોહી નિકળતુ હતુ.

અકસ્માતની જાણ થતા આજુબાજુના માણસો તથા રાહદારી માણસો ભેગા થઇ ગયા હતા. અને 108માં ગોધરા સિવીલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યા ફરજ પરના ડો.એ તેઓની સારવાર ચાલુ હતી તે દરમ્યાન શારદાબેનનું મૃત્યુ થયુ હોવાનું જણાવ્યુ હતુ. અા અંગે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...