વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરાયાં:ગોધરાની પંચશીલ કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો; ચૂંટણી કાર્ડ બનાવવા-સુધારો કરવા અને EVMનો જીવંત પ્રયોગ બતાવાયો

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સર્વોદય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને પંચશીલ એસ.આઇ.કોલેજમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પંચમહાલ ચુંટણી અધિકારીની કચેરીમાંથી નાયબ મામલતદાર મનીષાબેન પટેલ, ભાવનાબેન પટેલ અને સાગરભાઈ રાણા હાજર રહીને કોલેજના નવા ચૂંટણી કાર્ડ બનાવવા, જૂનામાં સુધારો કરવા તેમજ EVMનો જીવંત પ્રયોગ બતાવવામાં આવ્યો હતો.

નવા ચૂંટણીકાર્ડ બનાવવા-જૂનામાં સુધારા કરવા માર્ગદર્શન અપાયું
આ કાર્યક્રમમાં કોલેજમાં આચાર્ય વિનોદભાઇ પટેલીયા તથા NSS નાં પોગ્રામ ઓફિસર કિરણકુમાર બારીઆ હાજર રહ્યા હતા. સર્વોદય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા પણ વિદ્યાર્થીઓને વિશ્વોની સૌથી મોટી લોકશાહીમાં જોડાવા આહ્વાન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યાપક પ્રતીકકુમાર શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...