ધરપકડ:બંધ મકાનમાં દિવાળી ટાણે ઘરમાં સફાઇ કરવા આવેલો ચોર ઝડપાયો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંધ મકાનમાં દિવાળી ટાણે ઘરમાં સફાઇ કરવા આવેલો ચોર ઝડપાયો

ગોધરાની બામરોલી રોડ પરની અેક સોસાયટીના બંધ મકાનના મેઇન દરવાજાનું તાળું રાજસ્થાન બાંસવાડાની ગેંગના ચાર ચોર તાળુ તોડવાની કોશીશ કરતાં અાસપાસના રહીશો જાગીને બુમાબુમ કરતાં ચાર ચોર ભાગવા જતાં સ્થાનિક રહીશોઅે અેક ચોરને પકડીને પોલીસને સોપ્યો હતો. ગોધરાના અે ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોધાઇ હતી. ગોધરા શહેરની સોસાયટીઅોમાં બંધ મકાનને નિશાન બનાવીને ચોરીને અજામ અાપતી ગેંગ સક્રીય થઇ છે. તાજેતરમાં પ્રભાકુંજ સોાસયટીમાં ચાર ચોર બંધમકાનને નિશાન બનાવીને ચોરને અજામ અાપ્યો હતો.

ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ત્યારે ગોધરાના બામરોલી રોડ પરની વાસુપૂજય સોાસયટી પાસેની લક્ષ્મીનગર સોસાયટીમાં રાજસ્થાનના બાંસવાડા ની ચોર ગેંગના ચાર સભ્યો ચોરી કરવા બંધ મકાન શોધતાં હતા. સોસાયટીમાં પાર્થ દિપકભાઇ શાહના બંધ મકાનને ચોરી કરવા રાજસ્થાન બાંસવાડા જિલ્લાના અાશીષ રામચંદ્ર ડાભી, સરવન બગલા મહિડા, મોગરાજ ચરપોટા તથા રમેશ ચરપોટાનાઅો બંધ મકાનના અાગળના ભાગે અાવેલ જાળીના દરવાજાને મારેલું તાળું તોડીને અંદરના મેઇન દરવાજાના તાળાં તોડવાની કોશીશ કરતાં હતા.

તે દરમ્યાન અાસપાસના રહીશોને સોસાયટીમાં ચોર અાવ્યા હોવાની જાણ થતાં ચોર ચોરની બુમાબુમ કરતાં લોકોના ટોળા ઉમટી પડતાં ચોરી કરવા અાવેલા ચાર ચોર ભાગ્યા હતા. રહીશોના ટોળાંઅે ચોરો પાછળ ભાગીને અેક ચોર અાશીષ રામચંદ્ર ડાભીને પકડી પાડયો હતો. જયારે બીજા ત્રણ ચોર નાસી ગયા હતા. સ્થાનીક રહીશોઅે પકડેલા ચોરને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ ફરીયાદ અે ડીવીઝન પોલીસ મથકે નોધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...