દુર્ઘટના:ખરસલીયા ચોકડી પાસે ટેન્કરે બે બાઇક અને કારને ટક્કર મારી

ગોધરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક સવાર પર ટેન્કરના પૈડાં ફરી વળતાં મોત થયું

કાલોલના ખરસાલીયા ચોકડી પાસે ટેન્કરે અાગળ જતી બાઇકને ટક્કર મારતાં બાઇકે તેની અાગળ જતી બાઇક સાથે અથડાતાં બાઇક સવારો રોડ પર પડકાયા હતા. અેક બાઇક સવાર પર ટેન્કરના તોતિંગ પૈંડા ફરી વળતા તેનું ઘટનાસ્થળે મોત નિપજાવીને ટેન્કરે અાગળ જતી કારને ટક્કર મારી હોવાની ફરીયાદ વેજલપુર પોલીસ મથકે નોધાઇ હતી. ગોધરા તાલુકાના ચાંચપુર ગામે રહેતા કીશનભાઇ લાલાભાઇ સોલંકી તથા પિતરાઇ ભાઇ અજયભાઇ ગોવીંદભાઇ સોલંકી બાઇક પર વેજલપુર ખાતે કામ પતાવીને રસ્તામાં અેક બહેનને બેસાડીને 3 જણા બાઇક પર કરાડા ગામ તરફ જતાં હતા.

તે દરમ્યાન ખરસાલીયા ચોકડી પાસે અજાણ્યા ટેન્કર ચાલકે ટેન્કર પુરપાટ હકારીને અાગળ જતી કિશનભાઇની બાઇકને પાછળથી ટક્કર મારતાં કિશનભાઇની બાઇકથી અાગળ જતી બાઇકને ટક્કર વાગી જતાં બે બાઇક સવાર રોડ પર પડયા હતા. તે વખતે પાછળથી અાવતા ટેન્કરના પૈડા રોડ પર પડેલા અજયભાઇ સોલંકી પર ચઢી જતાં તેઅોનું ઘટનાસ્થળે મોત નિપજાવીને ટેન્કર ચાલક ટેન્કર લઇને ભાગતાં અાગળ જતી કારને ટક્કર મારીને ટેન્કર લઇને ચાલક નાસી ગયો હતો. અા અંગેના અકસ્માતની ફરીયાદ વેજલપુર પોલીસ મથકે નોધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...