"વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ":ગોધરાના શહેરા સરકારી વિનયન કોલેજ ખાતે સેમિનાર યોજાયો, 200થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો

પંચમહાલ (ગોધરા)22 દિવસ પહેલા

આત્મહત્યા રોકવાની રીત અંગે જાગૃકતા પેદા કરવા માટે દર વર્ષે 10 સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે શહેરા ખાતે આવેલ સરકારી વિનયન કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આજરોજ "વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ" નિમિત્તે જાગૃતિ લાવવા અંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના આચાર્ય ડો.વિપુલ ભાવસારના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ડો.કિરણસિંહ રાજપુત અને ડો.નિકિતા સોનારા દ્વારા વિદ્યાર્થીઓને આત્મહત્યા નિવારણના ઉપાયો અને તેના કારણો તથા આત્મહત્યા ઘટાડવા વિશે મનોવિજ્ઞાનની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પણ આત્મહત્યા નિવારણના ઉપાયો વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓ પાસે આત્મહત્યા નિવારણ વિષય ઉપર પોસ્ટર બનાવવાની પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી હતી. આમ સામાજિક જાગૃતિ માટે મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તથા તેમાં આશરે 200 જેટલા વિદ્યાર્થીઓએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...