રજૂઆત:ગોધરાની હોસ્પિટલમાં મૃત નવજાતની આંગળી કાપવાની તપાસ કરવા માગ કરાઇ

ગોધરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરાના નગરજનોએ અધિક કલેકટરને આવેદન આપી રજૂઆત કરી

ગોધરાની હોસ્પિટલમા નવજાત મૃત બાળકને ટેસ્ટ કરવાના મોકલતા મૃત નવજાતના હાથ, પગની અેક અેક અાંગળીઅો કાપી નાખી તેમજ છાતી પર ચીરો મુક્યાના અાક્ષેપ બાદ પરિવારે તબીબ વિરૂધ્ધ સક્ષમ અધિકારી દ્વારા તપાસ કરાવવા બાબતે શહેરાના નગરજનોએ અધિક કલેકટરને આવેદન આપી રજૂઆત કરી હતી. પરિવારજનો તથા શહેરાના લોકોઅે અાપેલા અાવેદનપત્રમાં અાક્ષેપ કર્યો કે શુક્રવારના રોજ શહેરાની સગર્ભાને પ્રસૃતિ માટે ગોધરા શહેરની લારા હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.

જે વેળાએ હોસ્પિટલમાં સગર્ભાને દુખાવો ઉપડતા પ્રસૃતાએ એક મૃતક બાળકને જન્મ આપતા ઘરના કોઈ જવાબદાર વ્યક્તિને બોલાવી લો તેમ જણાવતા પરીવાજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારબાદ તબીબે જો તમારે ગર્ભમાં બાળકના મૃત્યુનું કારણ જાણવું હોય તો બાળકનું લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવું પડશે, જેથી ભવિષ્યમાં જન્મ લેનાર બીજા બાળકને આવી બિમારી ના થાય, અને આવનાર બાળક તંદુરસ્ત જન્મે જેથી પરીવાજનોએ તબીબ પાસે જઈ બાળકનું લેબોરેટરી પરીક્ષણ કરાવવાની મૌખિક સંમતિ દર્શાવી હતી

ત્યાર બાદ આશરે એક કલાક પછી જ્યારે હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેઓને મૃત બાળક સોંપવામાં આવ્યું ત્યારે તેઓએ જોયું કે બાળકના જમણા હાથની એક આંગણી અને એક અંગુઠો તથા ડાબા પગનો એક અંગુઠો તેમજ છાતીના ભાગે ચીરા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મૃત બાળકની આવી દયનિય હાલત જોઈ તેઓ ચોંકી ગયા હતાં. એક સક્ષમ અધિકારી દ્વારા તપાસ કરાવવાની માંગ સાથે અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...