દરખાસ્ત:ગોધરામાં અશાંતધારો લાગુ કરવા દરખાસ્ત રજૂ કરાશે

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 વિસ્તારમાં અશાંતધારો લાગુ કર્યાની મુદત પૂર્ણ
  • અશાંતધારામાં મિલકત ટ્રાન્સફરની 118 અરજી

રાજ્ય સરકાર દ્વારા ગોધરા શહેરના 10 વિસ્તારોને વર્ષ 2017ની 10 ઓક્ટોબરથી અશાંત ધારા હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. જેમાં ગોધરા શહેરના પટેલવાડા, સૈયદવાડા, સાવલીવાડ, જહુરપુરા શાક માર્કેટ, હેડ પોસ્ટ ઓફિસ, સ્ટેશન રોડ, જૈન દેરાસર, પોલીસ ચોકી નં-2, મહાપ્રભુજીની બેઠક, જૈન ખડકી વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવતાં વિસ્તારની મિલકતો ટ્રાન્સફર કરવા કલેક્ટરની મંજૂરી જરૂરી બની હતી. ગોધરાના આ વિસ્તારોમાં લઘુમતીઓ દ્વારા મોટા પાયે મિલકતો ખરીદી કરાતાં હિન્દુઓના વિસ્તારમાં લઘુમતીમાં આવી ગયા હતા.

જેને વર્ષ 2010થી ગોધરામાં અશાંતધારો લાગુ કરવાની માગણી કરવામાં આવી હતી. જેને વર્ષ 2017માં 5 વર્ષ માટે અંશાતધારાની મંજૂરી મળી હતી. અશાંતધારાની મુદત 5 વર્ષની હોવાની વર્ષ 2022ના ઓક્ટોબર માસની 10 ઓક્ટોબરે પૂર્ણ થયો હતો. ત્યારે ગોધરા શહેરમાં અશાંતધારાની મુદતમાં વધારો કરવાની અને ગોધરા તથા આસપાસના 10 કિ.મી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માગણીઓ કરવામાં આવી છે.

ગોધરાની આસપાસના 10 કિ.મી વિસ્તારોના ગામમાં ગરીબ આદિવાસીઓની જમીનો લઘુમતીઓ દ્વારા રેકોર્ડ ઉભી કરીને જમીન નામે કરી દેવામાં આવી છે. છેલ્લા 25 વર્ષથી અનેક ગરીબ આદિવાસી અને ખેડૂતોની જમીન લઘુમતીઓ દ્વારા નામે કરી દેવાથી ગોધરા તથા આસપાસનો વિસ્તારને બચાવવા માટે ગોધરા શહેર અને આસપાસના 10 કિ.મી વિસ્તારમાં અંશાંતધારો તાત્કાલિક લાગુ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવતાં અંશાતધારો લાગુ કરવાની દરખાસ્ત મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ગામોના અભિપ્રાય મંગાવાયા
ગોધરા શહેર તથા આસપાસના 10 કિ.મીના ગામો જેમા લીલેસરા, પોપટપુરા, વણાંકપુર, ચિખોદ્રા, દરુણીયા, સામલી, હમીરપુર, સારંગપુર વિગેરે ગામોને અંશાતધારામાં આવરી લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને પગલે અશાંતધારો લાગુ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા પણ 10 કિ.મીના વિસ્તારમાં આવતા ગામોના અભિપ્રાય મંગાવી લીધા છે. પોલીસના અભિપ્રાય બાદ જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્યના મહેસુલ વિભાગમાં ગોધરા શહેર તથા 10 કિ.મી સુધીના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની દરખાસ્ત મોકલવામાં આવશે.

5 વર્ષમાં 44 જેટલી મિલકત ટ્રાન્સફર કરવાની મંજૂરી મળી
વર્ષ 2017ના ઓક્ટોબરની 10 મીએ ગોધરાના 10 વિસ્તારોમાં અશાંતધારો 5 વર્ષ સુધી લાગુ કર્યો હતો. અશાંતધારો લાગુ કર્યાના 5 વર્ષમાં વિસ્તારની મિલકત ટ્રાન્સફર કરવા કલેક્ટરની મંજૂરી લેવાની હોય છે. જેથી 5 વર્ષમાં કુલ 118 અરજીઓ આવી હતી. જેમાં 44 અરજીઓ મંજૂર, 16 અરજીઓ નામંજૂર તથા 3 અરજીઓ દફતરે કરી દેવામાં આવી હતી. જ્યારે 55 અરજીઓની મંજૂરીઓ આપવાની બાકી છે. અશાંતધારો લાગુ થયા બાદ પણ વિસ્તારની મિલકતોના 100 જેટલા દસ્તાવેજો થયા હતા. જેને ભાસ્કરે ઉજાગર કરતા દસ્તાવેજ કચેરીએ અશાંતધારા વિસ્તારના દસ્તાવેજ કરવાના બંધ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...