તપાસ:એરાલમાં સરકારી આવાસ બનાવવા મુદ્દે લોખંડની નરાશ મારીને એકની હત્યા

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી ઘર બનાવશો તો રસ્તો બંધ થઇ જશે તેમ કહીને તકરાર કરી હતી
  • પોલીસે એક સામે હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડવાની તજવીજ હાથ ધરી

અેરાલ ગામે સરકારી ધર બનાવવા બાબતે કુંટુબીસગા વચ્ચે બોલાચાલી બાદ તકરાર થતાં અેકને લોખંડની નરાશ માથાના ભાગે મારીને ઇજાઅો કરતાં ઇજાગ્રસ્તનું સારવાર દરમ્યાન મોત થયું હતું . અેરાલના શનાભાઇ મગનભાઇ નાયકને સરકારી શૌચાલય મંજુર થતાં શૌચાલયની દપટ બનાવવા ખાડો ખોદતા હતા. શનાભાઇ નાયક ઇંટોના રોડા તોડતા હતા. અને અન્ય અેક દપટ માટેનો ખાડો લોખંડીની નરાશથી ખોદતાં હતા. તે દરમ્યાન શનાભાઇ નાયકનો કુંટુબી સંગા દશરથભાઇ ઉફે બોડીયો કનુભાઇ નાયકનાઅો અાવીને શનાભાઇને કહેલ કે સવિતા બા નામે સરકારી ધર મંજુર થયેલ છે.

તે ધર મોટા ખેતરમાં કેમ બાંધવાનો છું. ત્યાંથી અમારો અવરજ જવરનો રસ્તો છે. તે ધર બનાવીશ તો અમે અવર જવર કયાંથી કરીશું તું ધર ત્યાં ના બનાવીશ તેમ કહેતા શનાભાઇઅે કહેલ કે અે જમીન અમારી છે. તેમ કહેતા દશર્થભાઇ નાયકનાઅો ઉશ્કેરાઇને ખાડો ખોદવાની લોખંડની નરાશ લઇને શનાભાઇ નાયકને માર મારતાં તેઅોને ગંભીર ઇજાઅો કરીને નરાશ લઇને દશરથભાઇ નાયક નાસી ગયો હતો.

ઇજાગ્રસ્ત શનાભાઇ નાયકને 108 સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતાં તેમનું સારવાર દરમ્યાન શનાભાઇ નાયકનું મોત નિપજતાં વેજલપુર પોલીસ મથકે હત્યાની ફરીયાદ નોધાતાં પોલીસે હત્યાના અારોપી દશરથભાઇ ઉફે બાડીયો નાયકને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...