ગોધરા શહેરના પત્થર તલાવડી વિસ્તારમાં રહેતી વિધવા મહિલાના મકાનમાં તા.28 ફેબ્રુઅારીના રાત્રીના સમયે શોર્ટ શર્કિટ થતા મકાનમાં અાગ લાગી હતી. અાગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને રસોડા સુધી પહોચી ગઇ હતી. અને રસોડામાં મુકેલ ગેસ સિલિન્ડર ફાટતા અાગમાં મહિલાનું મકાન બળીને ખાખ થયુ જવા પામેલ હતું. અને મકાનમાં જે સમાન ઘરવખરી હતી તે પણ બળી જવા પામેલ હતી. જેને લઈ ને વિધવા મહિલાને મોટું નુકશાન થવા પામેલ હતું.
જે વાતની જાણ ગોધરાના ઉદ્યોગપતિ અને મુસ્લિમ અગ્રણી ફિરદૌસભાઈ કોઠીને થતા ગોધરા પાલિકાના પ્રમુખ સંજ્યભાઈ સોનીને સાથે લઈ મહિલાને ઘરે પોહચી ગયા હતા. અને વિધવા મહિલાને આશ્વસન આપીને રોડકા રૂા.25000 તથા અન્ય મદદ કરેલ હતી. ત્યારે પાલિકા પ્રમુખ સંજયભાઈ સોની એ મહિલાને ગાદલા તેમજ અન્ય ઘર વખરીનો જરૂરી સામાન અપાવેલ હતો. અને વિધવા મહિલાને અન્ય કોઈ મદદની જરૂર હોય તો સમ્પર્ક કરવા જણાવેલ હતું બંને જણાઅે વિધવા મહિલાને તકલીફના સમયે મદદ કરીને માનવતાનો અને હિન્દૂ મુસ્લિમ એકતાનો દાખલો બેસાડ્યો હતો. ગોધરાના ઉદ્યોગપતિ અને મુસ્લિમ અગ્રણીઅે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.