ભાસ્કર વિશેષ:હાલોલમાં કલોરીન ગેસ લીકેજનું મોકડ્રીલ યોજાયું

ગોધરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર સહિતની ટીમો દ્વારા સંકલન કરીને સફળ મોકડ્રીલ કરવામાં આવ્યું

પંચમહાલ ખાતે CBRN આધારિત મોકડ્રિલના આયોજન માટે નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષ સ્થાને ટેબલ ટોપ એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવેલ હતું. તા.2 જુન 2022ના રોજ હાલોલ તાલુકાના પાનેલાવ ખાતે આવેલ પૌશક લિમિટેડ ખાતે ક્લોરિન ગેસ લીકેજ વિષય આધારિત મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.

મોકડ્રિલમાં જિલ્લા તથા તાલુકા વહીવટી તંત્ર, NDRF, DISH, GPCB, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, MGVCL, 108, ફાયબ્રિગેડ હાલોલ પાલિકા, RTO તથા પૈશાક લિમિટેડ ખાતેની ઇમરજન્સી રિસપોન્સ ટીમ દ્વારા સંકલનમા કરવામાં અાવ્યું હતું. જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ વિભાગ સાથે સંકલન કરી મોકડ્રીલને સફળ બનાવવામાં આવેલ હતી.

આ મોકડ્રિલ મારફત તમામ વિભાગની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવેલ હતી. મોકડ્રીલના ડી-બ્રિફિંગ દરમ્યાન તમામ વિભાગો દ્વારા પરસ્પર ચર્ચા કરી કામગીરીમાં થતી ખામીઓની ઓળખ કરી તેને સુધારવા માટેના સુચનો પણ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...