• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • A Meeting Was Held Under The Chairmanship Of The Collector Of Panchmahal Regarding The Examination Of Deputy Section Officer Naib Mamlatdar.

સુચારુ આયોજન માટે બેઠક યોજાઈ:નાયબ સેક્શન અધિકારી-નાયબ મામલતદારની પરીક્ષાને લઈને પંચમહાલના કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

પંચમહાલ (ગોધરા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લા સેવા સદન ગોધરા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે અધિક જિલ્લા કલેક્ટર એમ.ડી. ચુડાસમાની અધ્યક્ષતામાં વિવિધ સબંધીત અધિકારીઓ સાથે આગામી તારીખ 16 ઓક્ટોબરના રોજ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પોસ્ટ માટે પ્રિલિમિનરી પરીક્ષાને લઈને સુચારુ આયોજન માટે બેઠક યોજાઇ હતી. તેમણે પરીક્ષાને લઈને તમામ વ્યવસ્થાઓ કરવા તથા કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી ના થાય તથા પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેને લઈને વિવિધ અધિકારીગણ સાથે સલાહ સૂચનો કર્યા હતા.

અહી નોંધનીય છે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી આ પરીક્ષામાં પંચમહાલ જિલ્લાના કુલ 5243 ઉમેદવારો ભાગ લેશે. આ માટે જિલ્લામાં કુલ 20 કેન્દ્રો અને 219 શાળાની રૂમની ફાળવણી કરાઈ છે. આજની આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી, ડીવાયએસપી સહિત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*****

અન્ય સમાચારો પણ છે...