• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • A Meeting Was Held At Godhra District Sewasadn In The Presence Of Electoral Roll Inspector And Collector; Necessary Instructions Were Given Regarding Electoral Roll

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ:ગોધરા જિલ્લા સેવાસદન ખાતે મતદાર યાદી નિરીક્ષક અને કલેક્ટરની ઉપસ્થિતીમાં બેઠક યોજાઈ; મતદારયાદી અંગે જરૂરી સૂચનો અપાયાં

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આજ રોજ પંચમહાલના ગોધરા સ્થિત જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી હોલ ખાતે મતદારયાદી નિરીક્ષક ડી.કે.પારેખ અને કલેકટર સુજલ મયાત્રાની ઉપસ્થિતીમાં જિલ્લાના વિવિધ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2022 અંતર્ગત જિલ્લામાં થયેલી કામગીરી તથા આગામી આયોજન સંદર્ભે જરૂરી સુચારુ સલાહ સૂચનો કરવામાં આવ્યા હતા. જેમાં નવા મતદારોની નોંધણી કરવા, નામ કમી કરવા, જેન્ડર રેશિયો વધારવા, ગુજરી ગયેલા વ્યક્તિઓના છેલ્લા ત્રણ વર્ષના ડેથ સર્ટિફિકેટ મેળવી નામ કમી કરવા, નવા વોટર્સ માટે શાળા કોલેજ અને આઇ.ટી.આઇ કોલેજ સ્તરે મતદાર નોંધણી તથા સન્માન કરીને પ્રોત્સાહન આપી જાગૃતિ ફેલાવવા, વિવિધ કેમ્પ કરીને કેમ્પેઇન કરવા સહિતની ચર્ચા કરીને સલાહ સૂચનો કરાયા હતા. આ સાથે આજે મતદારયાદી નિરીક્ષક ડી.કે.પારેખ દ્વારા જિલ્લાના વિવિધ સ્થળોએ મુલાકાત લઇને મતદારયાદી સંદર્ભે માહિતી મેળવવામાં આવી હતી.

આયોજન સંદર્ભે જરૂરી સુચારુ સલાહ સૂચનો કરવામાં આવ્યા
આજની આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભાભોર, તમામ તાલુકાના ચૂંટણી મામલતદાર, પંચમહાલ જિલ્લાની યુનિવર્સિટી, કોલેજ અને હાઇસ્કુલના પ્રતિનિધિઓ સહિત જિલ્લા, તાલુકાના વિવિધ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લામાં માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઇ
આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આજ રોજ પંચમહાલના ગોધરા સ્થિત જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી હોલ ખાતે મતદાર યાદી નિરીક્ષક ડી.કે. પારેખની ઉપસ્થિતીમાં વિવિધ અધિકારીગણ અને જિલ્લામાં માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તથા મુસદ્દાની જાણકારી આપવામાં આવી હતી. બેઠકમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલા નવીન ફોર્મ અંગેની તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જાણકારી આપવામાં આવી હતી તથા તેઓ પાસેથી સલાહ સૂચનો મેળવવામાં આવ્યા હતા.

મતદારોને મતદારયાદીમાં નામ નોંધાવવા અનુરોધ કરાયો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 મતદાર યાદી નિરીક્ષક ડી.કે.પારેખ પંચમહાલ જિલ્લાના પ્રવાસે, મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ હતી. આ સાથે તેમનો સહયોગ મેળવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. બુથ લેવલ ઓફિસર ગ્રામ્ય લેવલે આગેવાનો સાથે સંકલન કરીને નવા મતદારોની નોંધણી અને જાગૃતિ માટે પ્રયાસ કરે તેવી તથા દિવ્યાંગોને ખાસ ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમ યોજાય તેવી ચર્ચા કરાઇ હતી. પંચમહાલ જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગોમાં બુથ લેવલ ઓફિસર તથા સુપરવાઇઝરોની યાદી માન્ય રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવેલ છે. હવે પછી 04 સપ્ટેમ્બર રવિવાર અને 11 સપ્ટેમ્બર રવિવારના રોજ મતદાર યાદી ખાસ ઝુંબેશ કાર્યક્રમ યોજાશે. જેમાં જિલ્લાના યુવા મતદારોને મતદારયાદીમાં નામ નોંધાવવા અનુરોધ કરવામાં આવે છે. લાયકાતની તારીખના સંદર્ભે પંચમહાલ જિલ્લામાં કુલ 12 લાખ 86 હજાર 671 મતદારો નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...