• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • A Massive Pothole Near The ST Bus Stand In The Heart Of The City Killed Pedestrians And Motorists; Demand Of Locals To Fill Potholes At The Earliest

ગોધરામાં 'ખાડારાજ':શહેરના મધ્યમાં આવેલા ST બસ સ્ટેન્ડ પાસે મસમોટા ખાડાથી રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી; વહેલીતકે ખાડા પૂરવાની સ્થાનિકોની માગ

પંચમહાલ (ગોધરા)19 દિવસ પહેલા

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના મધ્યમાં આવેલ એસ.ટી બસ સ્ટેન્ડના પ્રવેશ દ્વારે હાલ ચોમાસાની સિઝનમાં પ્રવેશ દ્વાર વચ્ચે મસમોટા ખાડા પડી ગયા છે અને જેમાં વરસાદી પાણીના ભરાવો જોવા મળી રહ્યો છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગોધરા પાલિકા તંત્ર જાણે છે તે છતાં પણ ખાડાઓનું માટી પૂરાણ કરી સમારકામ કરવામાં આંખ આડા કાન કરી રહ્યા છે. કદાચ પાલિકા તંત્ર રાહ જોઈ રહી છે કે અહીં કોઈ મોટી દુર્ઘટના કે અકસ્માત સર્જાય. આ ખાડામાં વરસાદી પાણીના ભરાવાના કારણે અવાર નવાર વાહનચાલકો પટકાયા છે અને નાની મોટી ઈજાઓ થતાં તેઓમાં પાલિકા તંત્ર ઉપર છૂપો રોષ જોવા મળી રહ્યો છે.

ઝડપી ઉકેલ આવે તેવી રહીશોની માગ
ગોધરા શહેરમાં રહેતા સ્થાનિક લોકોને સામાજિક કાર્યકર કૈલાશ કારિયાએ અપીલ કરી હતી કે જો તમે ગોધરા શહેરના મુખ્ય માર્ગો ઉપર વાહન લઈ નિકળ્યા અને વરસાદી પાણીના ખાડામાં પડી ગયા અને ઈજાઓ પહોંચે તો તાત્કાલિક જવાબદાર તંત્રના સત્તાધીશો સામે ફરિયાદ નોંધાવી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

ખાડામાં પાણી ભરાતા મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું
ગોધરા શહેરમાં પીમોન્સૂનની કામગીરી ખાલી કાગળ ઉપર કરવાથી આજે આખું ગોધરા શહેર નર્કગાર પરિસ્થિતિમાં ફેરવાયું છે, અને શહેરના ખાડીફળિયા ચિત્રાખાડી ઝૂલેલાલ સોસાયટી આ તમામ વિસ્તારોમાં ખાડાઓમાં પાણીના ભરાવાના કારણે મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે અને ઝાડા ઉલટી, ડેન્ગ્યુ મેલેરિયા, જેવા બીમારીથી દવાખાનાઓ ખદબદતા જોવા મળી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.

ખાડા સાથે ભૂવા પડતા નગરજનો ત્રસ્ત
​​​​​​​
ગોધરાના કલાલ દરવાજા રોડ ઉપર મસમોટા ભૂવા પડી ગયા છે અને ઘણા સમયથી આ ભૂવો પડ્યો છે અને ભૂગર્ભ ગટર લાઈનના ઢાંકણા નીકળી ગયા છે, વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગોધરા પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. જેથી ગોધરાના નગરજનો સહિત સામાજિક કાર્યકરે પાલિકા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે ગોધરાના મુખ્ય માર્ગો પર જે મસમોટા ખાડા પડી ગયા છે તેના પર માટી પૂરણ કરી યોગ્ય સમારકામ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...