ધરપકડ:કુવાઝરથી 23 કિલો ગૌમાંસના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંજેલીથી માસનો જથ્થો લાવીને વેચાણ કરતા હતા

મોરવા(હ)ના કુવાઝર ગામે બજાર ફળિયામાં રહેતા સોયેબ રસુલભાઇ રામપુરીયા, ઇશાક રસુલભાઇ રામપુરીયા તથા નફીસાબેન ઇશાકભાઇ રામપુરીયા પોતાના ઘરે માંસના જથ્થાનું વેચાણ કરે છે. તેવી બાતમી મોરવા(હ) પોલીસને મળી હતી. બાતમી આધારે બજાર ફળિયામાં ઘરમાં પોલીસે રેઇડ કરતાં સોયેબ રામપુરીયાના ઘરમાંથી માંસ ભરેલી થેલી તથા કટિંગના સાધનો મળી આવ્યા હતા.

પોલીસ ઇશાક રસુલ રામપુરીયાના ઘરે તપાસ કરતાં માસનો જથ્થો તેમજ સાધનો મળી આવ્યા હતા. પોલીસે પકડી પાડેલા સોયેબ રસુલ રામપુરીયાની પૂછપરછ કરતાં માંસનો વેપાર તેનો ભાઇ ઇશાક તથા તેની ભારી નફીસાબેન કરે છે. આ માંસનો જથ્થો અમે બંને ભાઇઓ સંજેલી ગામના સલીમભાઇ નામના ઇસમ પાસેથી લાવીને છૂટક ધંધો કરીએ છીએ તેમ જણાવ્યું હતું.

પોલીસે 23 કિલો માંસનો જથ્થો, મોબાઇલ તથા કટિંગના સાધનો મળીને કુલ રૂા.8045 નો મુદ્દામાલ કબજે કરીને માંસના સેમ્પલને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યો હતો. લેબોરેટરીની તપાસમાં માંસ ગૌવંશ માંસ હોવાનું જણાઇ આવતાં મોરવા(હ) પોલીસ મથકે ચાર સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...