• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • A Leader Of The Kshatriya Community Said, 'If The Candidate Is Not Changed, The Majority Of The Kshatriya Community Will Contest The Elections To Defeat The BJP'.

ખાતુ પગીને ઉમેદવાર બનાવવા માગ:ક્ષત્રિય સમાજના અગ્રણીએ કહ્યું, 'ઉમેદવાર નહિ બદલો તો બહુમતી ક્ષત્રિય સમાજ ભાજપને હરાવવા ચૂંટણી લડશે'

પંચમહાલ (ગોધરા)20 દિવસ પહેલા

શહેરા વિધાનસભા બેઠકમાં સતત પાંચ ટર્મથી ભાજપના ધારાસભ્યનો દબદબો ભોગવતા જેઠા ભરવાડ પુનઃ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેથી ક્ષત્રિય સમાજના અગ્રણીઓમાં ભારે આક્રોશ સાથે અસંતોષ ઉભો થવા પામ્યો છે.

અન્ય સમાજના લોકોએ પણ સમર્થન આપ્યું
શહેરા બેઠકના બહુમતી ક્ષત્રિય સમાજને ઉમેદવાર બનાવવાની માગણીઓ સાથે ખાતુ પગીને ભાજપ તરફથી સંભવિત ઉમેદવાર તરીકે જાહેર કરીને વાજતે ગાજતે શરુ કરાયેલા ચૂંટણી પ્રચારમાં અન્ય સમાજના લોકોએ પણ સમર્થન આપ્યું હતું. આ પરિવર્તનના રાજકીય માહોલ વચ્ચે શહેરા બેઠક પર ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડને રિપીટ થીયરીમાં ઉમેદવાર તરીકે પસંદ કરાયા હતા. જેથી ક્ષત્રિય સમાજમાં અસંતોષ ઉભો થયો હતો.

ક્ષત્રિય સમાજના અગ્રણીએ શું કહ્યું?
ક્ષત્રિય સમાજમાં ભાજપ સામે બગાવતનો તેવર વ્યક્ત કરતાં અગ્રણી અનોપસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, "ભાજપ કાન ખોલીને સાંભળી લે કે, આજ સુધીમાં ઉમેદવાર નહિ બદલો અને અમારી વિનંતીઓને નહિ સ્વીકારો તો, બહુમતી ક્ષત્રિય સમાજ ભાજપને હરાવવા માટે રણનીતિ સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવશે.

ખાતુ પગીએ ચૂંટણી જંગ લડવાનો રણટંકાર કર્યો
ઘોડે ચઢીને ચૂંટણી પ્રચાર શરૂ કરનારા ક્ષત્રિય સમાજના સર્વસંમત ઉમેદવાર ખાતુ પગીએ સમાજના અગ્રણીઓ સાથેની બેઠકમાં ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડ સામે સમાજની સર્વસંમતિઓ સાથે ચૂંટણી જંગ લડવાનો રણટંકાર કર્યો હતો. જેથી શહેરા બેઠક પર ભાજપનો રાજકીય માહોલ ગરમાયો છે.

અન્ય સમાચારો પણ છે...