અદ્દભુત અવકાશી નજારો:ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રજાજનોએ ચંદ્રગ્રહણ નિહાળ્યું

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિજ્ઞાન ક્ષેત્રે અવનવી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. સંવત 2079ના કાર્તિક પૂનમ મંગળવાર વર્ષ 2022ની તા.8 નવેમ્બરે મેષ રાશિ, ભરણી નક્ષત્રમાં થનારૂ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં ગ્રસ્તોદય અવસ્થામાં જોવા મળ્યું હતુ. જ્યારે વિશ્વના અમુક દેશોમાં ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો આજે જોવા મળ્યો હતો. ભારતમાં ગ્રહણના મોક્ષ સમયે આશરે 3થી 4 મિનિટ જ ગ્રસ્તોદય નજારો લોકો જોઈ શક્યા હતા.

ગોધરામાં આજે સાંજે 5:52 થી 6:20 સુધી આ નજારો જોવા મળ્યો હતો. લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા ખાતે આ સમય દરમિયાન સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રજાજનોએ ગ્રહણ નિહાળ્યું હતું. ગ્રહણ માત્રને માત્ર પરિભ્રમણની રમત, ભૂમિતિની રમત સિવાય કશું જ નથી. આ ઉપરાંત ઉપસ્થિત સૌને વિધ-વિધ રાશી, નક્ષત્ર અને જ્યુપીટર વગેરેનું ટેલીસ્કોપના માધ્યમથી નિદર્શન કરાવવામાં આવ્યું હતું.

આ ગ્રહણ એશિયા, ઓસ્ટ્રેલીયા, પેસિફિક અને અમેરિકામાં અદ્દભુત આહલાદક રીતે જોવા મળ્યું હતું. લોકો આકાશ તરફ જોતા થાય, મીટ માંડે તેવું દાયકાથી અભિયાન ચાલી રહ્યું છે. અવકાશી ગ્રહણો, ખગોળીય ઘટના, ઉલ્કા વર્ષા, યુતિઓ, ગ્રહોનું નિદર્શન વગેરે માહિતી શાખા વારંવાર લોકો સમક્ષ મુકે છે.

અન્ય સમાચારો પણ છે...