ગોધરામાં રામદેવ પીરનો 61મો પાટોત્સવ:મોટી સંખ્યામાં જાલોરી મારવાડી સમાજના લોકો જોડાયા; મહાઆરતી-મહાપ્રસાદીનો લ્હાવો લીધો

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

ગોધરામાં આવેલા ખાડી ફળિયા વિસ્તાર ખાતે જાલોરી મારવાડી સમાજ દ્વારા શ્રી રામદેવ પીરના 61માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તા. 28/10/22 ના રોજ શ્રીફળ હોમ અને રાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લાભ પાંચમના દિવસે રામદેવપીરજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મારવાડી સમાજના લોકો જોડાયા હતા અને મહા આરતી અને મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો.

અગ્રણીઓ સહિત યુવા મિત્રો દ્વારા 61માં પાટોત્સવ કાર્યક્રમને સફળ બનાવ્યો
ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલા રામદેવપીર મંદિર ખાતે 61માં પાટોત્સવ નિમિત્તે રામદેવપીરના નીજ મંદિરે શ્રીફળ હોમ કરવામાં આવ્યું હતું અને સાંજના સુમારે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઊલજી, ગોધરા નગરપાલિકા પ્રમુખ સંજય સોની, શહેર પ્રમુખ દિલીપ દસાડીયા સહિત વોર્ડ નંબર એકના નગરપાલિકા સભ્ય હંસા પેમેન્દ્ર વાઘેલા અને સુનિલ લાલવાણી દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. રાત્રે ગુજરાતી કલાકારો સથવારે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું. લાભ પાંચમના દિવસે સવારે બાબા રામદેવપીરની ભવ્ય શોભાયાત્રા ગોધરા શહેરમાં વિવિધ માર્ગો ઉપર ફેરવવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં મારવાડી સમાજના લોકો જોડાયા હતા. સાંજે મહાપ્રસાદનો કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં ગોધરાના નગરજનોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સમાજના અગ્રણીઓ સહિત યુવા મિત્રો દ્વારા 61માં પાટોત્સવ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...