વડોદરાની મમતા ફાઉન્ડેશન સેવા સમિતિના સમન્વયે સાંઈ ક્રિષ્ના ઇવેન્ટ્સ દ્વારા ગોધરાથી સૌ પ્રથમ વાર એક વિશિષ્ટ સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ યાત્રામાં સમગ્ર ભારતભરમાંથી પંદરસોથી વધુ યાત્રીઓ જોડાઈ રહ્યાં છે. વડોદરા તથા સુરત શહેરથી ઘણા વર્ષોથી આવી સ્પેશિયલ ટ્રેન યાત્રા નીકળતી હોય છે. પરંતુ આ વખતે ગોધરાથી સૌ પ્રથમવાર સાંઈ ક્રિષ્ના ઇવેન્ટ્સ એન્ડ મ્યૂઝિકલ ઓર્કેસ્ટ્રા ગ્રુપ ગોધરા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
25 રાત્રીએ હરિદ્વારથી નીકળી 26 રાત્રીએ ગોધરા પરત ફરશે
ટ્રેન યાત્રા 19 ફેબ્રુઆરી રાત્રે 12:00 કલાકે ગોધરા ખાતેથી શરુ થવાની છે. સૌ પ્રથમ અમૃતસર ટ્રેન 21 તારીખે, ત્યારબાદ 22 તારીખે વૈષ્ણોદેવી જશે. 22 તારીખ રાત્રે વૈષ્ણોદેવીમાં પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ સાંઈ ક્રિષ્ના ઇવેન્ટ્સ એન્ડ મ્યૂઝિકલ ઓર્કેસ્ટ્રા ગ્રુપ ગોધરા દ્વારા ભવ્ય માતાની ચોકીનું આયોજન કરવામાં આવેલુ છે. 24 તારીખે વૈષ્ણોદેવીથી નીકળીને 25મી સવારે હરિદ્વાર ખાતે જશે. 25 રાત્રીએ હરિદ્વારથી નીકળી 26 રાત્રીએ ગોધરા પરત ફરશે.
ટ્રેનમાં ભક્તિમય માહોલ ઉભો થાય તેવુ આયોજન
શ્રી અમૃતસર માતા વૈષ્ણોદેવી અને હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન યાત્રા નીકળવા જઈ રહી છે. જેમાં સમગ્ર ભારતભરમાંથી 1500થી વધુ ધર્મપ્રેમી ભાઈ બહેનો ભાગ લઈ શકશે. ગોધરા સિંધી સમાજના તમામ ધર્મગુરુના આશીર્વાદ લઈને ગત સોમવારે આ સાપ્તાહિક ટ્રેન યાત્રાનું ટિકિટ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર ટ્રેન યાત્રાને સફળ બનાવવા સાંઈ ક્રિષ્ના ઇવેન્ટ્સ ગ્રુપ ગોધરા તથા મમતા ફાઉન્ડેશન સેવા સમિતિ વડોદરા એ ભારે જહેમત ઉઠાવી છે. આ ટ્રેનમાં નાનકડુ મંદિર બનાવામાં આવ્યુ છે અને ભજન કિર્તન પણ કરવામાં આવશે. 19 જેટલા ડબાઓ બુક થઈ ગયા છે. આ યાત્રાને લઈને ભાવિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.