ગોધરા શહેરમાં શિયાળાની સીઝન હોવાથી જુહુપુરા ફ્રૂટ માર્કેટમાં સૌરાષ્ટ્રથી મોટી માત્રામાં ચીકુનો જથ્થો ઠલવાઇ રહ્યો છે. અને બજારમાં ચીકુનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા ભાવમાં વધારો તથા વલસાડ તરફ ચીકુનો પાક સદંતર નિષ્ફ્ળ જતા અગાઉ છુટક રૂા.30 થી 35ના ભાવે અેક કિલો મળતા ચિકુ હાલ રૂા.55 થી 60માં વેચાઇ રહ્યા છે. અને ચીકુના વેપાર સાથે જોડાયલા લોકો રોજી મેળવી રહ્યા છે.
ગોધરામાં અાવતા ચીકુના વેપાર સાથે જીલ્લાભરના નાના મોટા વેપારીઅો પણ જોડાયેલાં છે. અને ચીકુનું વેચાણ કરીને તેમાંથી રોજગારી મેળવે છે. જુહુપુરા ફ્રૂટ માર્કેટમાં શિયાળામાં મોટી માત્રામાં ચીકુનો જથ્થો ઠલવાઇ રહ્યો છે. ચીકુના જથ્થાબંધના વેપારી રોહિલભાઈ ખોળાએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉ વલસાડ તરફ અાવતો ચીકુનો પાક હાલ સદંતર નિષ્ફ્ળ જતા વેપારીઅો દ્વારા સૌરાષ્ટ્ર માંથી મોટી માત્રામાં ચીકુનો જથ્થો મંગાવવામાં અાવી રહ્યો છે.
આસ પાસના નાના મોટા વેપારીઓ અહીંયા ખરીદી કરીને શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં લઈ જઈને તેનું વેચાણ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. વેપારીઅે વધુમાં જણાવ્યું હતું કે પહેલા ચીકુ વલસાડ તરફ થી આવતા હતા હાલમાં વલસાડ તરફ ચીકુનો પાક સદંતર નિષ્ફ્ળ જતા અમોને સોરાષ્ટ્રમાંથી ચીકુ માંગવાની ફરજ પડે છે.
જેમા ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા ભાવમાં વધારો થતા અગાઉ કરતા હાલ ચિકુ મોંધા મળી રહ્યા છે. જેને કારણે અગાઉ રૂા.30 થી 35ના ભાવે અેક મિલો મળતા ચિકુ હાલ રૂા.55 થી 60 માં વેચાઇ રહ્યા છે. પરંતુ ચીકુ ખાવાના શોખીન લોકો ગમે તે ભાવે ચીકુ ખરીદીને ખાતા હોય છે. હાલમાં જુહુપુરા ખાતે જામફળ અને બોરનું પણ ધૂમ વેચાણ થી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.