હર ઘર તિરંગા અભિયાન:ગોધરામાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું; ઘોઘંબા તાલુકામાં ગુંજ્યા દેશ ભક્તિના નારા

પંચમહાલ (ગોધરા)4 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશભરમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ભારત દેશના દરેક નાગરીકમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન થાય અને તિરંગા પ્રત્યે સન્માનની ભાવના કેળવાઈ તેવા આશય સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ તાલુકા પંચાયતના હોદ્દેદારો, કર્મચારીશ્રીઓ અને પોલીસ વિભાગ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ અંગે ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી શ્રી કે.એ.પટેલે જણાવ્યું હતું કે દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ્ય સાથે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે. જેમાં રાજગઢ પોલીસ સ્ટેશનથી આ રેલી શરુ કરાઈ હતી જે બજારની વચ્ચેથી ઘોઘંબા તાલુકા પંચાયત થઈને મામલતદાર કચેરી ખાતે રેલિનું સમાપન કરાયું હતું. આ રેલીમા પ્રાંત અધિકારીશ્રી જી.જી.તડવી સહિત તાલુકા પંચાયત,પોલીસ કર્મચારીશ્રીઓ, મામલતદાર કચેરીના કર્મચારીશ્રીઓ/ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...