સ્નેહમિલન કાર્યક્રમ:ગોધરાના પોપટપુરા ગામે ખોડીયાર માતાજીના મંદિરે ગઢવી સમાજની સભા, સમૂહ લગ્ન ફેબ્રુઆરીમાં યોજાશે

પંચમહાલ (ગોધરા)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોધરાના પોપટપુરા ગામે ખોડીયાર માતાજીના મંદિરે આઈ શ્રી સોનલ ચારણ ગઢવી સમાજ દ્વારા વાર્ષિક સાધારણ સભા તથા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અગામી વર્ષે 16માં સમૂહ લગ્ન તા. 16/02/2023ના રોજ યોજાવાના છે તે અંગે જણાવ્યું હતું.

શિક્ષણ ઉપર ભાર મૂક્યો
ગોધરા શહેરના લુણાવાડા હાઇવે પાસે આવેલા પોપટપુરા ગામે ખોડીયાર માતાજીના મંદિરે આઈ શ્રી સોનલ ચારણ ગઢવી સમાજ દ્વારા વાર્ષિક સાધારણ સભા તથા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પોપટપુરા ગામે ખોડીયાર માતાજીના મંદિરે દાદુ ગઢવી અને ટ્રસ્ટના પ્રમુખ લાભુભા ગઢવીએ શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો.

દાતાઓનો આભાર વ્યક્ત કરાયો
આ કાર્યક્રમમાં કુરિવાજો તથા બિનજરૂરી ખર્ચાઓ ન કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત અગામી વર્ષે 16માં સમૂહ લગ્ન તા.16/02/2023ના રોજ યોજવાના છે. ત્યારબાદ જીવાભાઇ દ્વારા સમાજના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતાં અને આ કાર્યક્રમ અંતર્ગત સમૂહ લગ્નમાં સમિતિના પ્રમુખ દાદુભાઇએ સમાજના દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...