આગ:ગોધરામાં ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગતાં સામાન બળીને ખાખ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 ફાયર ફાઇટરોઅે પાણીનો મારો ચલાવીને અાગને કાબૂમાં લીધી

ગોધરાના લીલેસર રોડ પર તાહેરી ફર્નિચરનો શોરૂમ અાવેલ છે. અા ફર્નિચરના ગોડાઉનમાં મંગળવારે મોડી રાત્રે અાગ લાગતાં અાગ બેકાબુ બની ગોડાઉનના સામાનને અાગની ઝપેટ લઇ લીધો હતો. લોકો દોડી અાવી ફાયરને ફોન કરતા 3 ફાયર ફાઇટર દ્વારા 3 કલાક પાણીનો મારો ચલાવી અાગને કાબુમાં કરી હતી. અાગને પવને સાથ અાપતા અાગ ઝડપથી ફેલાતાં ગોડાઉનમાં મુકેલા ફર્નીચરનો સામાન અાગની ઝપેટમાં અાવી જતા લાખો રૂપિયાની નુકસાની અાંશકા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...