ખેત ઉત્પાદન વધારવા ખેડૂતોને માર્ગદર્શન:ગોધરા APMC ખાતે કૃભકોના સંયુક્ત ઉપક્રમે ખેડૂતો માટે સહકારી પરિષદનું આયોજન કરવામાં આવ્યું

પંચમહાલ (ગોધરા)24 દિવસ પહેલા

આજરોજ ગોધરા APMC ખાતે ખેડૂતો માટે સહકારી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 150 ઉપરાંત ખેડૂતો ઊપસ્થિત રહ્યાં હતાં. વિશ્વની અગ્રણી ખેડૂતોની રાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃષક ભારતી કો ઓપરેટિવ લિમિટેડ કૃભાકો દ્વારા ભારતના આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણી અંતર્ગત સહકારી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં APMC ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ, પંચમહાલ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ચંદ્રસિંહ રાઉલજી, સહિત મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ક્રુભકોમાંથી ઉપસ્થિત રહેલા મહાનુભાવો દ્વારા ઉપસ્થિત ખેડૂતોને ખેતીના માધ્યમથી આવક વધારવા માટેના મુદ્દાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમજ ખેત ઉત્પાદન વધારવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિશ્વની અગ્રણી અને ખેડૂતોની પોતાની રાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃષક ભારતી કો ઓપરેટીવ લિમિટેડ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સહકારી પરિષદનું આયોજન ગોધરાના એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું. કૃભકો દ્વારા ખેતીમાં રાસાયણીક ખાતરના વપરાશની યોગ્ય રીતેની માહિતી મધ્ય ગુજરાતના સિનિયર એરિયા મેનેજર મુકેશભાઈ દ્વારા આપવામાં આવી હતી. તેમજ ઓર્ગેનિક ખેતી તરફ પ્રયાણ કરી રાસાયણિક ખાતર ઓછો વાપરવા અનુરોધ કર્યો હતો. કૃભકોના ઉત્પાદકો યુરિયા, ડીએપી, એનપીક સીટી કમ્પોસ્ટ બાયોફર્ટીલાઇઝર વિશે સવિસ્તૃત માહિતી ખેડૂતોને આપી હતી. આ પ્રસંગે સહકારી આગેવાનો દ્વારા સહકારીતાને વેગ આપવા અને સહકારી માળખાને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામનું સફળ સંચાલન પંચમહાલના ફિલ્ડ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...