• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • A Convention Of Kshatriya Samaj At Nandarwa Village; Demanding To Give Ticket To The Former President Of Taluka Panchayat, MLA Was Verbally Assaulted In The Convention

રાજકીય માહોલ ગરમાયો!:નાંદરવા ગામે ક્ષત્રિય સમાજનું સંમેલન; તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખને ટિકિટ આપવા માગ, સંમેલનમાં ધારાસભ્ય પર થયા શાબ્દિક પ્રહાર

પંચમહાલ (ગોધરા)23 દિવસ પહેલા

નાંદરવા ગામ ખાતે ક્ષત્રિય સમાજના શિક્ષિત અને અગ્રણી આગેવાનોની હાજરીમાં દશા માતાજીના મંદિર પ્રાંગણમાં સંમેલન રાખવામાં આવ્યું હતું. જેમાં ક્ષત્રિય સમાજના રાજકીય અગ્રણીઓની સાથે અન્ય સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યાં હતા. ક્ષત્રિય સમાજના અગ્રણી અને શહેરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ખાતુભાઈ પગીને ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી. સંમેલનમાં એક વ્યક્તિએ ધારાસભ્ય જેઠા ભરવાડ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા જેનો વીડિયો સામે આવ્યો છે.

'સમાજને એક થવાની જરૂર છે'
ક્ષત્રિય અને અન્ય સમાજના લોકોએ પણ સહમતી દર્શાવી પોતાનો ટેકો જાહેર કર્યો હતો. સાથે સમાજના લોકોને અપીલ કરવામાં આવી હતી કે આપણા મતવિસ્તારમાં આટલો મોટો સમાજ હોય તો સમાજને એક થવાની જરૂર છે. સમાજના પાંચ-પાંચ લોકોને કહેવાનું શરૂ કરી દો સફળતા જરૂર મળશે. સાથે ગમે તે થાય પણ ખાતુભાઈ પગી ચૂંટણી લડશે તેમ પણ જણાવામાં આવ્યું હતું. આમ આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણી અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

સંમેલનમાં રાજકીય માહોલ ગરમાયો
શહેરા તાલુકાના નાંદરવા ગામે યોજાયેલ ક્ષત્રિય સમાજના સંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા અને ક્ષત્રિય સમાજના શહેરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ખાતુભાઈ પગીને ટિકિટ મળે તે માટે સર્વસંમતિ ટેકો જાહેર કર્યો હતો. ત્યારે આ સંમેલન દરમિયાન એક વ્યકિતએ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા. આમ સમગ્ર સંમેલનમાં રાજકીય માહોલ ગરમાયો હતો.

અન્ય સમાચારો પણ છે...