પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના બાપોટીયા ગામના જંગલમાંથી સુરેશ ભારત નાયક રહે. ડેસર તા. હાલોલનાઓનું મૃતદેહ મળ્યું હતું. તે બાબતે અનડીટેક્ટ ખુનનો ગુનો પાવાગઢ પોલીસ મથકમાં દાખલ થયો હતો. ખુન કરવામાં સંડોવાયેલા આરોપીની તપાસ કરી ગુનો ડીટેક્ટ કરવા પોલીસ ટીમો કામે લાગી હતી. આ હત્યા બાઈક આપવા મામલે કરી હોવાનું પોલીસ તપાસમા બાહર આવ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે એેસપી કચેરીએ પત્રકાર પરિસદ યોજી માહિતી આપવામા આવી હતી.
આરોપીને વિશ્વાસમાં પુછતા મામલો સામે આવ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરા તથા એસ.ઓ.જી. ગોઘરા તેમજ સ્થાનીક પોલીસની અલગ અલગ ટીમોએ ગુનો ડીટેક્ટ કરવા તપાસ હાથ ધરી હતી. જેમા એન.એલ. દેસાઇ પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી. ગોધરા, તથા ડૉ. એમ.એમ. ઠાકોર પો.સ.ઇ. એલ.સી.બી. સહિતનાઓએ આ ગુનાના કામના અજાણ્યા ગુનેગારનું પગેરૂ શોધવા માટે પ્રયત્નશીલ હતા. દરમિયાન રમણ રાઠવા રહે. બેઢીયાપુરા, મંદિર ફળીયુ, તા. હાલોલનાઓ સંડોવાયેલા હોવાની બાતમી મળી હતી. જેથી આરોપીની તપાસ કરી મળી આવતા તેને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પુછતા મામલો સામે આવ્યો હતો.
આરોપીએ કેવી રીતે ગુનાને અંજામ આપ્યો?
પુછપરછમાં જણાવતા ગત તા.1/01/2023ના રોજ સુરેશ ભારત નાયક રહે. ડેસર, તા. હાલોલનાએ મારી જોડે બાઈક માંગી હતી. જે ચોરીની ગુનાહિત માનસીકતા ધરાવતો હોઇ મેં મોટર સાયકલ આપવાની ના પાડી હતી. જેથી અપશબ્દો બોલી મર્ડર કરવાનું કહેતા તે નવા ફળીયા બાપોટીયાના જંગલ બાજુ જતો રહ્યો હતો. હું પણ તેની પાછળ દોડી તેને પકડી પાડી સૌપ્રથમ મોઢાના ભાગે મુક્કો મારી ગુસ્સાના આવેશમાં આવી જઇ નજીકમાં પડેલો કાળો વજનદાર તિક્ષ્ણ પથ્થર મે બંને હાથેથી ઉંચકી ત્રણ વાર જોરથી સુરેશ ભારત નાયકના કપાળના ભાગે મારી ઇંજાઓ કરી પહોંચાડી હતી. જેથી સ્થળ ઉપર તેનું મોત નિપજ્યું હતું. જે બાબતની હકીકત જણાવી આ ગુનો કર્યાની કબુલાત કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.