કાર્યવાહી:ગોધરાના ભિલોડિયા પ્લોટ પાસે સટ્ટો રમાડતો સટોડિયો પકડાયો

ગોધરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કટિંગ લેનાર કિશોરી સેવાણી ઉર્ફે કચોરીને વોન્ટેડ જાહેર કરાયો
  • પોલીસે રૂા.97 હજારનો મુદ્દામાલ કબજે કરીને ગુનો નોંધ્યો

ઇગ્લેન્ડ અને અાફ્રિકા વચ્ચેની કિક્રેટ મેચનો ગોધરામાં સટ્ટો રમાડતાં અેકને પોલીસે ભીલોડીયા પ્લોટ વિસ્તારના રહેણાંક મકાનમાંથી પકડી પાડયો હતો. પોલીસે રૂા.97,100 નો મુદ્દામાલ કબજે કરીને અેકને વોન્ટેડ જાહેર કરીને ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકે જુગારધારાની કલમોનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.

ગોધરા શહેરના ભીલોડીયા પ્લોટ વિસ્તારની દાળ મિલવાળી ગલીમાં શેખ મજાવર રોડ પાસેના મકાનમાં જુલ્ફીકાર શોકત હુસેન દાવના ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલતી મેચ પર ક્રિકેટ સટ્ટો રમાડતાની બાતમી ગોધરાની બી ડિવિઝન પોલીસને મળી હતી. બાતમીવાળી જગ્યાએ છાપો મારતાં જુલ્ફિકાર શોકત હુસેન દાવને પકડી પાડયો હતો, પોલીસે સ્થળ પરથી સટ્ટો રમાડવામાં ઉપયોગમાં લેવાતું LED ટીવી, 13 જેટલા મોબાઈલ ફોન, એક લેપટોપ અને જુદા જુદા આંકડા લખેલી ડાયરી સહિત કુલ રૂા.97,100 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બીજી તરફ પોલીસના છાપા દરમ્યાન સટ્ટાનું કટિંગ લેનાર કિશોરી ઉધવદાસ સેવાણી ઉર્ફે કચોરીને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...