ખેડાના ગલતેશ્વર તાલુકાના યુવાનો બે બાઇક ઉપર પાવાગઢથી દર્શન કરીને પરત ફરતાં કાલોલના સાતમણા પુલ પાસે પીકઅપ ડાલાઅે ટક્કર મારતાં અેક યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું. જયારે બે યુવાનોને ઇજાઅો થઇ હોવાની સારવાર માટે ખસેડાયા હતાં. કાલોલ પોલીસ મથકે અકસ્માતની ફરીયાદ નોધાવવામાં આવી હતી.
ખેડાના વાંકરોલી ગામના યુવાનો બાઇક લઇને પાવાગઢ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ફરતાં સાહિલકુમાર રાવજીભાઇ પરમારના અો પોતાની કબજાની બાઇક ચલાવતાં હતા. તેની પાછળ અજયભાઇ પરમાર અને કિશનભાઇ પરમાર બેઠા હતા. સાથે અન્ય પણ બાઇક તેમની સાથે ચાલતી હતી. કાલોલના સામથણા પુલ પાસેના રોડ ઉપર અજાણ્યા પીકઅપ ડાલાના ચાલકે ડાલુ પુરઝડપે અને ગફલતભરી રીતે હકારીને બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલક સાહિલ પરમારને ગંભીર ઇજાઅો થતાં તેમનું ઘટનાસ્થળે મોત નિપજયું હતું. જયારે અજયભાઇ અને કીશનભાઇને ઇજાઅો થતાં તેઅોને કાલોલ સરકારી દવાખાને ખસેડયા હતા. અા અંગેના અકસ્માતની ફરીયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.