સુવિધા:પંચમહાલમાં 100 પથારીની ESIC હોસ્પિટલ બનશે

ગોધરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે

પંચમહાલ જિલ્લામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 100 બેડની નવીન ESIC હોસ્પિટલની મંજૂરી મળી હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠક બાદ જણાવ્યું હતુ વધુમાં ઉમેર્યુ છે કે, આ હોસ્પિટલ નિર્માણ પામતા મધ્ય ગુજરાતના આદિવાસી પટ્ટાના રહેવાસીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેશે. 100 પથારીની આ આધુનિક હોસ્પિટલથી હાલોલ, કાલોલ અને સમગ્ર પંચમહાલના ઔધોગિક વિસ્તારની સાથે સાથે મહિસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના કર્મચારીઓને પણ તબીબી સેવાઓનો લાભ મળશે.

જેથી તબીબી સેવાઓ માટે વડોદરા ખાતે જવું નહિ પડે અને કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સમય અને મુસાફરીના ખર્ચમાં રાહત મળશે. રાજ્યના ઔધોગિક ક્ષેત્રની કામગીરી સાથે જોડાયેલા મહત્વના જિલ્લાઓ પૈકીના પંચમહાલના ઘણા ઉદ્યોગો, કારખાનાઓ અને ઓફિસો આવી છે. આ વિસ્તારના ESIમાં આવરી લેવાયેલ કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને વધુ સારવાર માટે વડોદરાના ગોત્રીમાં આવેલી કર્મચારી રાજ્ય વિમા યોજનાની જનરલ હોસ્પિટલમાં જવું પડતું હોઇ છે. જિલ્લામાં ESIC હોસ્પિટલ તૈયાર થતા વડોદરા જવામાંથી છુટકારો મળશે.

અન્ય સમાચારો પણ છે...