પંચમહાલ જિલ્લામાં ચોમાસાની શરૂઅાત સારી થતાં ખેડૂતો વાવણીમાં લાગી ગયા છે. જિલ્લામાં વાવેતર લાયક 1.66 લાખ હેકટરમાંથી ગુરૂવાર સુઘી 1.50 લાખ હેકટરમાં વાવણી પુર્ણ કરી દીઘી છે. ગત વર્ષ કરતાં જિલ્લામાં ચાલુ વર્ષની 28 જુલાઇ સુઘી ડબલ વરસાદ અેટલે 66.52 ટકા વરસાદ નોધાયો છે. જિલ્લામાં ધીમીધારે વરસાદના અાગમનથી જિલ્લામાં સાૈથી વઘુ મકાઇ, ડાંગર, તુવેર, કપાસ જેવા પાકની વિશેષ પસંદગી ઉતારી છે.
જિલ્લાના કુલ વાવેતરમાં હાલ 93 ટકા જેટલી વાવણી પુર્ણ કરી દેવામાં અાવી છે. જેમાં મકાઇ 36 ટકા, ડાંગર 30 ટકા, તુવેર 10 ટકા, ધાસચારા 9 ટકા તથા શાકભાજી 6 ટકા વાવણી કરવામાં અાવી છે. હાલ ખેતીલાયક વરસાદ વરસતાં જગતના તાતને ચોમાસાનો પાક સારો ઉતારવાની અાશા બંધાઇ છે.
જિલ્લામાં સરેરાશ 1.66 લાખ હેકટરમાંથી 1.50 લાખ હેકટરમાં વાવેતર થયુ છે. હજુ 16 હજાર હેકટર જમીનમાં વાવેતર બાકી છે. ખેતીવાડી વિભાગે ચાલુ વર્ષ સરેરાશ વાવેતર જમીનમાં અાવનારા સમયમાં 100 ટકા જેટલું વાવેતર થશે તેવી અાશા વ્યક્ત કરી છે. ત્યારે જિલ્લામાં અગાઉના વર્ષમા કમોસમી વરસાદથી થયેલ ખેતી પાકની નુકસાની ચાલુ વર્ષે ચોમાસા પાકની કમાણીથી ભરપાઇ થઇ જશે તેવી ખેડૂતોને લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.