ચૂંટણી પ્રક્રિયા:પંચમહાલની 5 બેઠકની ચૂંટણી પ્રક્રિયામાં 9,066 કર્મચારીઓ ફરજ નિભાવશે

ગોધરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 1510 મતદાન મથકો પર ચૂંટણી પ્રક્રિયા યોજાશે : 20 ટકા સ્ટાફ રિઝર્વ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂટણી તા. 1 અને 5 ડીસે અેમ બે તબ્બકામાં યોજાવાની જાહેરાત તા.3 નવેના રોજ કરી હતી. ચૂટણી જાહેર થતા અાદર્શ અાચારસંહિતાનો અમલ પણ શરૂ થઇ ગયો હતો. ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ચૂટણી પ્રક્રિયાની કામગીરી શરૂ કરવી દેવાઇ હતી. પંચમહાલ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર તા.5 ડીસેના રોજ મતદાન યોજાશે. પંચમહાલમાં 2017ની મતદાર યાદી કરતાં 2022ની મતદાર યાદીમાં 1.39 લાખ નવા મતદારો ઉમેરાયા છે. અને નવી મતદાર યાદી મુજબ પંચમહાલ જિલ્લામાં પુરુષ મતદારો 6,64,766 , સ્ત્રી મતદારો 6,34,390 તથા થર્ડ જેન્ડર 20 મળી કુલ 1299176 મતદારો નોધાયેલા છે.

અને જિલ્લાની 5 વિધાનસભા બેઠકોના 1510 મતદાન મથકો પર ચૂટણી પ્રક્રિયા યોજાશે. જેમા વિધાનસભા મુજબ શહેરા 293, મોરવા(હ) 255, ગોધરા 299, કાલોલ 316 તથા હાલોલ 347 મતદાન મથકો તૈયાર કર શે. અા ચૂટણીમાં અેક મતદાન મથક પર 2 પુરૂષ, 2 મહિલા અને 1 પટાવાળો મળી કુલ 5 કર્મીઅો ચૂંટણી પ્રક્રિયાની ફરજ નિભાવશે. જેના માટે તંત્ર દ્વારા 3626 પુરૂષ કર્મચારી, 3626 મહિલા કર્મચારી તથા 1814 પટાવાળા મળી કુલ 9066 કર્મચારી સાથે 120 % સ્ટાફની નિમણુક કરવામાં અાવી છે. જેમા 20 % રિઝર્વ સ્ટાફ રહેશે. જિલ્લાના તમામ મતદાન મથકો પર AMF લઘુત્તમ સુવિધાઓની ફેસીલીટી ઉપલબ્ધ કરાશે. વિધાનસભા મત વિભાગ દીઠ 7 એમ કુલ 35 મતદાન મથકો સખી મતદાન મથકો તૈયાર કરવામાં આવશે. જે સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે.

વિધાનસભા મત વિભાગ દીઠ 1 એમ કુલ 5 મતદાન મથકો દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. વિધાનસભા મત વિભાગ દીઠ 1 એમ કુલ 5 અાદર્શ મતદાન મથક તૈયાર કરવામાં અાવશે. જિલ્લામાં એક યુથ મતદાન મથક તૈયાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...