કાર્યવાહી:ગોધરામાંથી ‘આપ’ના હોદ્દેદાર સહિત 9 જુગાર રમતા ઝડપાયાં

ગોધરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાડી ફળિયામાં દરોડો પાડી 30 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગોધરાના ખાડી ફળીયામાં અેલસીબીએ દરોડો પાડીને રૂા.30 હજારના મુદ્દામાલ સાથે આપના હોદ્દેદાર સહીત 9 જુગારીને પકડી પાડીને ગોધરાના બી ડીવીઝને ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ગોધરા ખાડી ફળીયાનો રાજુભાઇ પ્રભુદાસ ખ્રિસ્તી તથા સંજય પ્રભુદાસ ખ્રિસ્તી બંને જણા ભેગા મળી તેના ઘરની આગળ સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લામાં હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલમાં જુગાર રમવાની પ્રવૃતિ ચાલુ છે. તેવી બાતમી અેલસીબી પીઅાઇ જે.અેન.પરમારને મળી હતી.

બાતમીના આધારે અેલસીબીએ ખાડીફળીયામાં બાતમીવાળા સ્થળે રેઇડ કરીને સંજય પ્રભુદાસ ખ્રિસ્તી, દીલીપ ઉર્ફે દીલ્લી તેજુમલ સાઘવાણી , રમેશભાઈ કશનાભાઇ મકવાણા, વિનોદકુમાર પરસોતમદાસ રામચંદાણી, દીલીપભાઇ ગોપાલભાઇ ભોઇ, મહેન્દ્ર ધીરજલાલ ખરાદી, ફરીદ મહંમદ મકરાણી, જયેશકુમાર ધનાભાઇ પરમાર તથા આમ આદમી પાર્ટીના હોદ્દેદાર કુંદનદાસ આહુજાને પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે અંગ ઝડતી દરમ્યાન રૂા.23480 અને દાવ પરથી રોકડા રૂા.6770 કબ્જે લઈ ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...