મતદાન:પંચમહાલમાં ચૂંટણી ફરજ બજાવતાં 873 પોલીસ કર્મી બેલેટથી મતદાન કરશે

ગોધરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 26 નવેમ્બરના રોજ બેલેટ પેપરથી મતદાન કરીને મતપેટી સીલ કરાશે

પંચમહાલ જિલ્લાની 5 વિધાન સભાની ચુંટણીનું મતદાન 5 ડિસેમ ્બરના રોજ યોજા વનાર છે. ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવ વાના બદોબસ ્તમાં જિલ્લાના પોલીસ કર્મીને તૈનાત કરવામાં અાવ્યા છે. આ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ખાસ કરીને જ્યારે મતદાનનો દિવસ હોય ત્યારે ચૂંટણી ફરજમાં રહેલા પોલીસ કર્મીઓ મતદાનથી વંચીત ન રહે તે માટે આવા ચૂંટણી ફરજના પોલીસ કર્મીઓ માટે બેલેટ પેપર દ્વારા ચૂંટણી પહેલા જ મતદાન કરાવાય છે.

પંચમહાલ જિલ્લામાં આવતી 5 વિધાન સભા માટે ફરજ બજાવતાં 873 પોલીસ કર્મીઅો તા.26 નવેમ્બરના રોજ બેલેટ પેપર દ્વારા મતદાન કરશે. ચૂંટણી ફરજ બજાવતાં પોલીસ પીઅાઇ, પોસઇ, કોન્સ ટેબલ, હેડ કોન્સ ટેબલ, હોમગાર્ડ, પોલીસ અેસઅ ારપી ગ્રૃપ-5ના પોલીસ કર્મી સહીતના 873 પોલીસ કર્મીઅો તેઅો જે વિધા નસભા ક્ષેત્રમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યાની કચેરીમાં તેઅોની વિધાન સભાના ઉમેદવાર માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરશે. મતદાન કરવાનો સમય સવારના 8 થી લઇને સાંજના 5 સુધીનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...