રાજ્યમાં વર્ષ 2021માં કોરોના મહામારીને કારણે બોર્ડ દ્વારા પરિક્ષા યોજાઇ ન હતી. જેને લઇને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી 100 ટકા પરિણામ જાહેર કરાયુ હતુ. ચાલુ વર્ષે કોરોનું સંક્રમણ વધ્યુ ન હોવાથી બોર્ડ દ્વારા પરિક્ષા યોજાઇ હતી.
જેનું પરિણામ શનિવારે જાહેર થતા પંચમહાલ જિલ્લાનું પરિણામ 86.07 ટકા જાહેર થયુ હતુ. જેમા A1 - 08, A2 - 337, B1 - 1361, B2 - 2388, C1 - 2220, C2 - 1035 વિદ્યાર્થીઓ પાસ થયા છે. વર્ષ 2020માં જિલ્લાનુ ઘો.12 સામાન્ય પ્રવાહનુ પરિણામ 64.76 ટકા પરિણામ જાહેર થયુ હતુ.
આમ ગત વર્ષ કરતાં 21 ટકા વધુ અેટલે 86.07 ટકા પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. વર્ષ 2022માં B2 ગ્રેડમાં સૌથી વધુ 2388 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ગ્રેડ આધારિત પરિણામ
ગ્રેડ | 2020 | 2021 |
A1 | 2 | 0 |
A2 | 52 | 23 |
B1 | 544 | 307 |
B2 | 1531 | 1511 |
C1 | 2255 | 3393 |
C2 | 1383 | 3015 |
હાલોલની દિવ્યાંગ વિદ્યાર્થિનીના 91.07%
હાલોલની ગુરુકૃપા સોસાયટીમાં રહેતી સ્નેહા નારાયણભાઈ રાઠવાની દિવ્યાંગ દીકરી જેણે બન્ને હાથ કરંટ લાગવાથી ગુમાવી દીધેલ હતા. જેણે ધો. 12 કોમર્સમાં સારા ટકા મેળવ્યા હતાં. સ્નેહા દિવ્યાંગ છતાં તેને ભણવાની પહેલેથી ઈચ્છા હોવાથી તે સુરતની ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત શાળામાં ધો.8થી અભ્યાસ કરી રહી હતી. ધો.12માં તેણે 91.07 ટકા લાવી હાલોલનું ગૌરવ વધાર્યું હતું. સ્નેહાએ જણાવ્યું હતું કે હવે આગળ યુપીએસસીની પરીક્ષા આપવાનું તેનું સપનું છે.
મહીસાગર: 92.77 % , A1 માં 3 વિદ્યાર્થીઓ
ધોરણ-૧૨ સા. પ્ર.નું પરિણામ પરિણામ જાહેર થતા મહીસાગરનું કુલ 92.77% આવ્યું છે. મહીસાગર જિલ્લામાં કુલ 6840 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેમાં 6773 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેમા જીલ્લામાંથી 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જયારે A2 ગ્રેડ કુલ 338 વિદ્યાર્થીઓ આવ્યા છે સરકારી શાળા હા.જી.જી.યુ પટેલમાં અભ્યાસ કરતો દિવ્યાંગ વિદ્યાર્થી શેખ હુસેન નીજામુદિન 99.87 % પી.આર મેળવી પ્રથમ આવતા હર્ષની લગણી અનુભવે છે.
તે સી.એ બનવાની ઈચ્છા ધરાવે છે અને સી.એ બની સમાજ પરિવાર અને જીલ્લાનું નામ રોશન કરવાની આશા વ્યક્ત કરી છે. ત્યારે હુસેન માયેસ્થેનિયા ગ્રેવીસનો દર્દી છે અને પોતાના પિતાના સહારે શાળામાં આવી દિવ્યાંગ હોવા છતા પણ ભણવાની ધગસ અને કઈ કરવાની ખેવના થકી દિવ્યાંગ હોવા છતા પણ પોતાના ઉચ્ચ ગોલ સાથે જીલ્લામાં પોતાનું પ્રથમ સ્થાન મેળવી સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.