ગોધરા તાલુકાની શાળાના બાળકોને શુધ્ધ પાણી મળી રહે તે માટે વર્ષ 2020-21 તેમજ 2021-22ની ગ્રાન્ટ મંજુર કરીને તાલુકાની 86 શાળાઓમાં 86 લાખ રુપિયાના ખર્ચે આરો પ્લાન્ટ મશીન ખરીદી કરવાનું કામ ખાનગી કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતું. જે આરો મશીનના કામોમાં ગેરરીતીની આંશકા થતાં નાયબ ડીડીઓ એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ગોધરા તાલુકાની શાળાઓમાં આરો મશીનનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ ટીમે ગોધરા તાલુકાની ગોલ્લાવ, ઓરવાડા, બગીડોળ, મહેલોલ, ગદુકપુર, ધાણીત્રા, વેલવડ સહિતની શાળાઓમાં આરો મશીનની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આરો પ્લાન્ટ મશીન ખરીદી કરવાનું કામ ખાનગી કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું
શાળાઓમાં તપાસ દરમ્યાન આરો પ્લાન્ટ મશીન અને ટાંકી ફીટ કર્યા વગર શાળામાં કોન્ટ્રાકટર મુકી જતા રહ્યા હતા. તેમજ કેટલીક શાળાઓમાં આચાર્યો દ્વારા બાળકોને શુધ્ધ પાણી મળે તેથી જાતે ફીટ કર્યા હતા. ખાનગી કોન્ટ્રાકટર દ્વારા શાળામાં આર ઓ પ્લાન્ટ, પાણીની ટાંકી, સીસી સ્ટેન્ડ તેમન તકતી મળીને એક લાખ રૂપીયા લેખે 86 શાળાના 86 લાખ રૂપિયાના આરો મશીનનું કામ પૂર્ણ બતાવીને 86 લાખ ચુકવી દેવામાં આવ્યા હતા. તપાસમાં આરો મશીનની ખરીદી કરતી ખરીદી કમીટીનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આરો પ્લાન્ટ મશીનનું કામ પૂર્ણ બતાવીને 86 લાખ ચુકવી દેવામાં આવ્યા
જેથી કમીટીના અધ્યક્ષ તત્કાલીન ગોધરા તાલુકા વિકાસ અધીકારી તથા આંતરીક કમીટીના સભ્યો આંતરીક અન્વેષણ અધીકારી જિલ્લા પંચાયત, તત્કાલીન અધિક મદદનીશ ઇજનેશ તાલુકા પંચાયત, નાયબ હિસાબધિશ અધિકારી તા.પે, તાલુકા પંચાયત અધીકારી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી મળીને 6 અધીકારીઓની ટીમ એકબીજાની મિલીભગત તથા મેળાપીપણાથી સરકારના નાણાકીય હેતુને નુકસાન કરીને ખાનગી એજન્સીને ફાયદો કરાવ્યા હોવાનું તપાસથી ફલિત થયા છે.
શાળાઓમાં આરો મશીનની તપાસ હાથ ધરવામાં આવી
તત્કાલિન ટીડીઓ તેઓને સોપેલ કાર્યોથી વિપરીત જઇને ખરીદી પ્રક્રીયા કરવામાં આવી હોવાનું પ્રથામીક તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે કસુરવાર તત્કાલીન ગોધરા TDO સહિતનાં જવાબદારો સામે ખાતાકીય કાર્યવાહી અને ચુકવણી કરવામાં આવેલ રકમની રિકવરી કરવામાં આવશે તેમ નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતું.
મશીન ફિટ કર્યા વગર જતા રહ્યા હતા
અમારી શાળામાં 6 માસ પહેલા એજન્સી દ્વારા આરો મશીન, પાણીનો ટાંકી લઇને આવ્યા હતા. અમને આરો મશીનની મોટર ચાલુ કરીને બતાવ્યા બાદ એજન્સીના માણસો મશીન ફીટ કર્યા વગર જતા રહ્યા હતા. હાલમાં પણ શાળામાં આરો મશીન ફીટ થયા વગરના પડી રહ્યા છે. શાળાના બાળકોને આરોના શુધ્ધ પાણીથી વંચીત રહ્યા છે: - ભાવેશ પટેલ, આચાર્ય વાવડી બુઝર્ગ પ્રા. શાળા
ખાતાકીય કાર્યવાહીના આદેશ આપ્યા
ગોધરા તાલુકાની 86 શાળાઓને આપેલા આરો મશીનની તપાસ કરતાં તાલુકાની શાળાઓમાં આરો મશીન ફીટ કર્યા વગરના અને હલકી ગુણવતાં ના હોવાનું તપાસમાં જણાઇ આવ્યું હતું. તત્કાલીન ગોધરા તાલુકાના ટીડીઓ સહીત 6 જવાબદાર કર્મચારીઓએ મીલીભગત કરીને ખાનગી એજન્સીને ફાયદો પહોચાડવા બાળકોના સ્વાસ્થ સાથે ચેડાં કર્યા છે. જવાબદાર અધીકારીોઓએ ગંભીર નાણાંકીય ગેરરીતી બાબતે જવાબદાર ઠેરવીને તેઓની સામે ખાતાકીય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે: - એચ.ટી.મકવાણા, નાયબ જિલ્લા વિકાસ અધીકારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.